શિયાળામાં લીલા શાકભાજી ખાવાનું ડોક્ટર સૂચન કરતા હોય છે. ઠંડી શરૂ થતાં જ બજારમાં પાલક, મેથી, સરસવ અને કારેલા જેવા લીલા શાકભાજીનું ધૂમ વેચાણ થાય છે. લીલા શાકભાજીમાં પોષકતત્વો સારી માત્રામાં રહેલા હોવાથી સ્વાસ્થ્ય જાળવવા ડોક્ટર તેને ખાવાની સલાહ આપે છે. આ બધામાં કારેલા શાકભાજીનો સ્વાદ કડવો હોવાથી લોકોને તેને ખાવાનું પસંદ કરતા નથી. કારેલાના રસમાં વિટામિન સી, પોટેશિયમ, ઝીંક, આયર્ન અને ફોલેટ જેવા પોષક તત્વોથી ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ કારેલા ખાવાથી કે તેનો રસ પીવાથી સ્વાસ્થય માટે ફાયદાકારક છે.
કારેલાના રસના ફાયદા
કારેલાનો રસ કિડનીની સમસ્યામાં મદદ કરે છે. કારેલાનો રસ શરીરમાંથી અશુદ્ધિઓ અને ઝેરી તત્વો દૂર કરે છે. આમ, આ રસ કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. અભ્યાસોમાં સામે આવ્યું છે કે કારેલાનો રસ શરીરના કુદરતી ઇન્સ્યુલિનની જેમ કાર્ય કરે છે અને ગ્લુકોઝના ઉપયોગને સુધારવામાં મદદ કરે છે. કારેલાનો રસ ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે વધુ ફાયદાકારક છે. આ રસમાં પ્રો-વિટામિન A હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને ઘા અને ફોલ્લીઓના ઝડપી રૂઝને પ્રોત્સાહન આપે છે. જયારે તેમાં રહેલ એન્ટીઑકિસડન્ટ ત્વચાને મુક્ત રેડિકલ, હાનિકારક તત્વોથી રક્ષણ આપે છે. વજન ઉતારવા માટે શરીરમાંથી ફેટ દૂર કરવા નિયમિત આ રસનું સેવન કરવું જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા મગજને સ્વસ્થ રાખવા તેમજ ઈજા કે બીમારીમાંથી સાજા થવામાં કારેલાનો રસ મદદ કરે છે.













