હાઈ બ્લડ પ્રેશરની જેમ જ લો બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની છે. આ તકલીફ ખાસ કરીને સ્ત્રીઓ અને યુવતીઓમાં વધુ જોવા મળે છે. લો બીપીના કારણે ચક્કર આવવા, અતિશય નબળાઈ લાગવી, આંખો સામે અંધારા આવવા (ઝાંખી દ્રષ્ટિ) અને સતત થાકનો અનુભવ થવો જેવા લક્ષણો જોવા મળે છે, જે ઉનાળાની ઋતુમાં વધુ ગંભીર બની જાય છે. ઘણીવાર લોકો આનાથી બચવા માટે જાતજાતના ઘરેલું ઉપચારો કરે છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે તે બિનઅસરકારક સાબિત થાય છે. આજે અમે આયુર્વેદિક નિષ્ણાત દ્વારા સૂચવવામાં આવેલો એક અત્યંત સરળ અને રામબાણ ઈલાજ શેર કરી રહ્યા છીએ, જે લો બીપીની સમસ્યામાં તાત્કાલિક રાહત આપી શકે છે.


આર્યુવેદિક નુસખા ઘટાડશે બ્લડ પ્રેશર

આર્યુવેદિક નિષ્ણાત કહે છે કે જો તમને લો બીપીની તકલીફ હોય તો આ દેશી આયુર્વેદિક ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. સૌપ્રથમ ગોળનો એક નાનો ટુકડો લો. યાદ રાખો કે ગોળ દેશી અને શુદ્ધ હોવો જોઈએ, કેમિકલથી પોલિશ કરેલો સફેદ ગોળ ન વાપરવો. હવે એક ચમચી કે છરીની મદદથી ગોળના ટુકડાની વચ્ચે એક નાનું કાણું (હોલ) કરો. આ કાણામાં એક ચપટી જેટલી હિંગ ભરી દો. આ હિંગ ભરેલા ગોળના ટુકડાને મોંમાં મૂકીને ટોફી કે કેન્ડીની જેમ ધીમે-ધીમે ચૂસો. આ ઉપાય બ્લડ પ્રેશરને તરત જ સ્ટેબિલાઇઝ (સ્થિર) કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર ઓછું થવાના મુખ્ય કારણો

  • લો બ્લડ પ્રેશર પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે:
  • શરીરમાં જરૂરી વિટામિન્સની ઉણપ હોવી.
  • હોર્મોનલ બદલાવ અથવા એનિમિયા (લોહીની ઉણપ).
  • ડિહાઇડ્રેશન (શરીરમાં પાણી ઘટવું) અથવા વધુ પડતો પરસેવો થવો.
  • લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું.
  • કેટલીક એલોપેથિક દવાઓની આડઅસર

આ ઉપાય અદ્ભૂત કામ કરશે

ગોળ અને હિંગનું આ મિશ્રણ લો બીપીમાં ઈન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. ગોળમાં કુદરતી શર્કરા (Natural Sugar) હોય છે જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે, જ્યારે હિંગ પાચનતંત્રને સુધારવાની સાથે બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે છે. જો તમારું બીપી અવારનવાર ઘટી જતું હોય, તો આ ઉપાય થોડા દિવસો સુધી નિયમિત કરવો જોઈએ. જો તમારું બીપી અવારનવાર લો થઈ જતું હોય, તો માત્ર થાક કે નબળાઈ સમજીને તેને નજરઅંદાજ ન કરો, પરંતુ તેનું ચોક્કસ કારણ જાણવું ખૂબ જરૂરી છે.


આ પણ વાંચો : Japanese Manicure: નેઇલ આર્ટના જમનામાં 'જાપાનીઝ મેનીક્યોર' નો ભારે ક્રેઝ, નખને આપશે કુદરતી કાચ જેવી ચમક

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: