ઔષધીય ગુણોથી ભરપૂર ઇસબગુલ કબજીયાતની સમસ્યા માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. ઇસબગુલમાં દ્રાવ્ય ફાઇબર, પ્રોટીન, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, પ્રોલેમિન કાર્બોહાઇડ્રેટ અને એન્ટી-ઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઇસબગુલમાં પ્રચૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોવાથી તેનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યા દૂર રાખવામાં મદદ કરે છે


ઈસબગૂલ અનેક બીમારીનો ઘરેલુ ઉપચાર

ઇસબગુલના અનેક ફાયદા છે. ઇસબગૂલનું સેવન ફક્ત કબજીયાત જ નહીં અપચો, ઝાડા અને પેટમાં થતા ભયંકર દુખાવામાં અકસીર ઉપચાર છે. ફક્ત પેટ સંબંધિત સમસ્યા તેમજ વજન ઉતારવા માટે ઇસબગુલનો ઉપયોગ થાય છે તેવું નથી. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓને પણ બીમારીમાં રાહત મેળવવા એક ઘરેલુ ઉપચાર તરીકે ઇસબગુલનો સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આર્યુવેદમાં પણ અનેક બીમારીમાં ઇસબગુલ દવા તરીકે આપવામાં આવે છે. પોષક તત્વોનો ભંડાર ઇસબગુલને સાયલિયમ હસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ઈસબગુલના અનેક ફાયદા

સ્વાસ્થ્યમાં લાભ મેળવવા ઇસબગુલનું ગરમ પાણી સાથે સેવનથી શરીર માટે ફાયદાકારક છે. ઇસબગુલનું ગરમ પાણી સાથે સેવન શરીરને હાઇડ્રેટ કરવામાં, પાચનમાં સુધારો કરવામાં, રક્ત પરિભ્રમણ સુધારવામાં અને શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે ગરમ પાણીમાં ઇસબગુલ ભેળવીને પીવાથી ચયાપચય વધે છે અને ચયાપચય વધારવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે. તેથી, તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ. સ્નાયુઓને મજબૂત બનાવ માટે પણ ગરમ પાણીમાં ભેળવેલું ઇસબગુલ પીવાથી જરૂર ફાયદો થાય છે. આ મિશ્રણ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત કહેવાય છે. આરોગ્ય નિષ્ણાત જણાવે છે કે આ તમામ લાભ લેવા રાત્રે ગરમ પાણી સાથે ઇસબગુલનું સેવન કરવું.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છૅ અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: