સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા મોટાભાગના લોકો દરરોજ દૂધનું સેવન કરે છે. સવારે ચા પીધા બાદ પણ કેટલાક લોકોને દૂધ પીવાની આદત હોય છે. હાડકાં મજબૂત કરવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા દૂધનું સેવન કરવામાં આવે છે. પરંતુ હજુ પણ લોકોમાં દૂધ હંમેશા હૂંફાળું પીવું કે કાચું દૂધ પીવું અથવા તો રાત્રે પીવું કે નહીં તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. આર્યુવેદ મુજબ શરીરની પ્રકૃતિ મુજબ દૂધ યોગ્ય રીતેપીવામાં આવે તો સ્વાસ્થ્યમાં જરૂર લાભ થાય.


રાત્રે દૂધનું સેવન હાનિકારક

આ લોકો માટે રાત્રે દૂધનું સેવન હાનિકારક ગણાય છે. જે લોકોને હંમેશા પેટની સમસ્યા રહેતી હોય તેમણે રાત્રે દૂધ પીવાનું ટાળવું. કારણ કે રાત્રે દૂધ પીવાથી જલદી પાચન થતું નથી એટલે પેટમાં દુખાવો, ગેસ અને ઝાડાની સમસ્યા વધે છે. આ લોકોએ દૂધ પીવાનું ટાળવું અથવા લેક્ટોઝ-મુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. તેમજ કયારે પણ માછલી, માંસ, મૂળા અને સંતરા, નારંગી જેવા ખાટાં ફળો સાથે કયારે પણ દૂધના સેવન ના કરવું જોઈએ.

શરીરની પ્રકૃતિ મુજબ દૂધનું સેવન

આયુર્વેદ મુજબ વાયુ પ્રકૃતિ ધરાવતા લોકોએ દૂધ સાથે એલચી, તજ, આદુ જેવા મસાલા ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. જયારે પિત્ત પ્રકૃત્તિ ધરાવતા લોકોએ ઠંડુ દૂધ અથવા ઠંડા ઔષધો સાથે ઉકાળેલું દૂધ પીવાથી રાહત મળશે. અને કફ પ્રકૃત્તિ ધરાવતા લોકોએ કયારે એકલું દૂધ ના પીવું. આ લોકોએ દૂધનું મર્યાદિત માત્રામાં સેવન કરવું અને શક્ય બને ત્યાં સુધી હળદરવાળું અને મસાલાવાળું દૂધ પીવું. કયારેય પણ રાત્રે સૂતા પહેલા તરત દૂધ ના પીવું જોઈએ. લગભગ 1 કલાક પહેલા હૂંફાળા દૂધનું સેવન કરવાથી લાભ થશે. 


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: