આજની ભાગદોડ વાળી જિંદગીમાં લોકો ન ઇચ્છવા છતા પણ આખો દિવસ કોઇને કોઇ પ્રકારે સ્કીન સામે વિતાવતા હોય છે. એવામાં ડિજિટલ ડિટોક્સ એક ખૂબ જ મહત્વનો અભ્યાસ છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે સમય સમય પર ડિજિટલ ડિટોક્સ કરવું જરૂરી છે. ડિઝીટલ ડિટોક્સનો મતલબ છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇઝીઝ અને ડિજિટલ સેવાઓથી જાણી જોઇને દૂરી બનાવવી. ડિઝીટલ ડિટોક્સ દિવસભરમાં ઓછામાં ઓછું 1 થી 2 કલાક સુધી કરવુ જોઇએ. આ એક પ્રકારનો બ્રેક છે જે આપણને સ્ક્રીન પરથી હટીને વાસ્તવિક દુનિયા સાથે જોડવાની મદદ કરે છે.
તણાવ અને ચિંતામાં ઘટાડો
સોશિયલ મીડિયા ફીડ્સ અને નોટિફેકશનને સતત ચેક કરતા રહેવાથી તણાવ અને ચિંતાનું સ્તર વધે છે. ડિજિટલ ડિટોક્સ આપણને આ ટ્રિગર્સથી દૂર રહેવામાં મદદ કરે છે, માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તણાવ ઘટાડે છે.
સારી ઊંઘની ગુણવત્તા
મોડી રાત સુધી સ્ક્રીન પર વિતાવવી ઊંઘના ચક્રને અસર કરે છે. ડિજિટલ ડિટોક્સ આપણને સૂતા પહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, આમ આપણી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.
એકાગ્રતા અને ઉત્પાદકતામાં વધારો
સતત સૂચનાઓ અને સોશિયલ મીડિયા અપડેટ્સ આપણી એકાગ્રતાને વિક્ષેપિત કરે છે. ડિજિટલ ડિટોક્સ આપણને આ વિક્ષેપોથી દૂર રહેવામાં મદદ કરે છે, જેનાથી આપણી એકાગ્રતા અને કાર્ય ક્ષમતામાં વધારો થાય છે.
વાસ્તવિક જીવનમાં સારા સંબંધો
ડિજિટલની દુનિયામાં ખોવાઈ જવાથી આપણે આપણી આસપાસના લોકોથી દૂર થઈ જઈએ છીએ. ડિજિટલ ડિટોક્સ આપણને આપણા પરિવાર અને મિત્રો સાથે વાસ્તવિક સમય વિતાવવામાં અને આપણા સંબંધોને મજબૂત રાખવામાં મદદ કરે છે.