દરેક લોકોની સવાર ચા સાથે થતી હશે. એવું માનવામાં પણ આવે છે કે ઉઠતાંની સાથે જ જો ચા ન મળે તો દિવસ પણ બગડી જાય છે. ભૂખ્યા પેટે ચા પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો પડે છે પરંતુ તમે કદી વિચાર્યુ છે. કે ચા બનાવવાની રીત પણ તમારાં હેલ્થ પર ખરાબ અસર કરી શકે છે.


પ્લાસ્ટિકની ગળણી વાપરવી હાનિકારક છે

ઘણા લોકો ચા પ્લાસ્ટિકની ગળણી ગાળે છે. પણ શું તમે જાણો છો કે ગરમ ચાના સંપર્કથી પ્લાસ્ટિકમાંથી હાનિકારક રસાયણો બહાર પડી શકે છે, જે શરીરમાં જઇને નુકસાન કરી શકે છે. તેથી હંમેશાં સ્ટીલ કે મેટલની ગળણીનો ઉપયોગ કરો, જે આરોગ્ય માટે સલામત છે.

બનાવેલી ચાને ફરી ગરમ ન કરો

ઘણાં લોકો બનેલી ચાને ફરીથી ગરમ કરે છે ખાસ કરીને સવારે વહેલાં ઉઠતાની સાથે જે ચા બનાવીને પીવે છે અને બીજા માટે પણ બનાવી રાખે છેઆવું કરવાથી ચાના પોષક તત્વો તો નષ્ટ થાય છે, પણ એના સ્વાદમાં પણ તફાવત આવે છે. ઉપરાંત, આવી ચા એસિડિટી જેવી તકલીફો પણ ઊભી કરી શકે છે.

દૂધ પહેલાં ઉમેરવું સ્વાદ બગાડે છે

ઘણા લોકો ચા બનાવતા પહેલા દૂધ બરાબરનું ઉકાળે છે. એ કરવું યોગ્ય નથી. જો તમે પણ ચા બનાવતી વખતે શરૂઆતમાં દૂધ ઉમેરી દો છો તો એવું કરવું યોગ્ય નથી. ચા પત્તી, પાણી અને આદુને પહેલા ઉકાળવો અને પછી દૂધ ઉમેરી ચા તૈયાર કરવી વધુ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ રહે છે.

  • Follow us on: