ભારતીય રસોડાનો પરંપરાગત હિસ્સો છે ઘી. આજના યુવાનો જંકફૂડ ખાય છે પરંતુ વજન વધવાના ડરમાં ઘી ખાવાનું ટાળે છે. જેના કારણે તેમને ઉંમર પહેલા સાંધાનો દુખાવો અને કમરના દુખાવા જેવી સમસ્યાના શિકાર થાય છે. કેટલાક સંજોગોમાં આ દુખાવો આગળ જતા knee રિપ્લેસમેન્ટ સારવાર કરાવી પડે છે. હેલ્થ એક્સપર્ટ પણ કહે છે કે આહારમાં દેશી ઘીનો નિયમિત ઉપયોગ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે.


ઘીના સેવથી શરીરમાં ગજબના ફાયદા

વજન વધવાની ચિંતામાં ઘી પીવાનું ના છોડવું જોઈએ. કારણ કે વજન નિયંત્રિત કરવા ઘી પીવું જોઈએ. ઘી ની હેલ્ધી ફેટ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આના કારણે તમને જલ્દી ભૂખ નથી લાગતી અને તમે વારંવાર જમતા નથી. આ મેટાબોલિઝમ સુધારે છે. આ ઉપરાંત ઘીનું સેવન શરીરના પેશીઓના નિર્માણમાં ઉપયોગી બને છે. ઘીના સેવનથી પેટમાં બળતરા ઘટે છે અને પિત્ત દોષનું શમન થાય છે. ઘીના નિયમિત સેવનથી યાદશક્તિ તેજ થાય છે અને વિચારવાની ક્ષમતા પણ મજબૂત બને છે. ઘીમાં સંતૃપ્ત ચરબી હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મહિલાઓને હોર્મોન્સ સંબંધિત સમસ્યામાં ઘીનું સેવન લાભકારક છે.

દરરોજ કરો ઘીનું સેવન

આયુર્વેદ પણ કહે છે કે શરીર તંદુરસ્ત રાખવા દરરોજ એક ચમચી ઘી જરૂર પીવું જોઈએ. ઘીમાં ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી તેમજ વિટામિન A અને E રહેલા છે. કુદરતી પોષકતત્વો પ્રચૂર માત્રામાં હોવાના કારણે ઘીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વાયરસ સંક્રમિત રોગો સામે રક્ષણ મળે છે.  ત્વચા સ્વસ્થ રાખવામાં ઘીનું સેવન ચમત્કારિક લાભ આપે છે. ઘી ખાવાથી ત્વચા પર ખંજવાળ અને ફોલ્લીઓ મટે છે. આ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ચમકદાર દેખાય છે. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. 


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: