આરોગ્ય સ્વસ્થ રાખવા તાંબાના વાસણનું પાણી વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતમાં પૂજા-પાઠના ધાર્મિક કાર્યમાં પણ તાંબાના વાસણનો પણ ઉપયોગ થાય છે. સ્ટીલના વાસણો કરતાં તાંબાના વાસણો જલદી કાળા થઈ જાય છે. તાંબાનો વાસણનો ઉપયોગ કરવા પર ધીરેધીરે કાળા પડે છે. અને આવા વાસણમાં ખોરાક રાંધવામાં અથવા પાણી પીવું હાનિકારક છે. જ્યારે પૂજા માટે પણ કાળું તાંબાનું વાસણ યોગ્ય માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં તાંબાના વાસણની કાળાશ દૂર કરવી એ મોટો પડકાર બને છે.
તાંબાના વાસણ અનેક રીતે ઉપયોગી
કહેવાય છે કે તાંબાના વાસણનું પાણી પીવાથી શરીર તાંબા જેવું સ્વસ્થ થાય છે. પરંતુ વારંવાર ઉપયોગમાં લેવાના કારણે આ વાસણોમાં જલદી કાળાશ થવા લાગે છે. આ કાળાશ દૂર કરવા માટે બજારમાં ઉપલબ્ધ રસાયણોનો ઉપયોગ લોકો કરે છે. કેટલાક સંજોગોમાં આ વસ્તુ વધુ હાનિકારક બને છે. કેટલાક ઘરોમાં આંબલીનું પાણી કરી તાંબાના વાસણ સાફ કરાય છે. જે બહુ ઝંઝટવાળું કામ લાગે છે. આજે તમને એક ફળનો ઉપયોગ કરી તાંબાના વાસણ સફાઈ કરવાની સરળ ટીપ્સ આપીશું.













