ગૃહિણીઓ બચત કરવામાં હોંશિયાર હોય છે. પરંતુ કયારેક બચતના ચક્કરમાં તેઓ પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. લોકોની માન્યતા છે કે જ્યાં સુધી વસ્તુ બગડે નહીં અથવા તૂટે નહીં ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો. સાસુ પોતાની વહુને સલાહ આપતા હોય છે કે ફેશનના ચકકરમાં જૂની વસ્તુ કાઢવી નહીં. પરંતુ દરેક વખતે ઓલ્ડ ઇઝ ગોલ્ડ સાબિત થતું નથી. વર્ષો સુધી એક જ પ્રેશર કૂકરમાં ખોરાક રાંધવો કેટલો યોગ્ય છે?
જૂનું પ્રેશર કૂકર સ્વાસ્થ્ય માટે હાનિકારક, એક્સપર્ટનું સૂચન
એક્સપર્ટે જણાવ્યું કે લાંબા સમય સુધી રાંધવામાં એક જ પ્રેશર કૂકરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જૂના પ્રેશર કૂકરમાં ખોરાક રાંધાવાથી તેમાં નીકળતું એલ્યુમિનિયમ ધીમે ધીમે તમારા લોહી, હાડકાં અને મગજમાં જમા થવા લાગે છે. આ લાંબી પ્રક્રિયા છે જે શરૂઆતમાં દેખાતી નથી. પરંતુ ધીરેધીરે શરીરમાં તેની અસર થાય છે. આગળ જતા યાદશક્તિની સમસ્યાઓ અને મૂડ સ્વિંગ જેવા લક્ષણો દેખાવા લાગે છે. ખાસ કરીને બાળકોમાં તેની ખરાબ અસર થાય છે. કારણ કે સીસાના સતત સંપર્કમાં રહેવાથી બાળકોના ગ્રોથ પર અસર થાય છે અને કેટલાક સંજોગોમાં તેમનામાં આક્રમકતાનું પ્રમાણ વધી શકે છે.
જૂનું પ્રેશર કૂકર સ્વાસ્થ્ય માટે હાનિકારક
એક્સપર્ટે જણાવ્યું કે લાંબા સમય સુધી રાંધવામાં એક જ પ્રેશર કૂકરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જૂના પ્રેશર કૂકરમાં ખોરાક રાંધાવાથી તેમાં નીકળતું એલ્યુમિનિયમ ધીમે ધીમે તમારા લોહી, હાડકાં અને મગજમાં જમા થવા લાગે છે. આ લાંબી પ્રક્રિયા છે જે શરૂઆતમાં દેખાતી નથી. પરંતુ ધીરેધીરે શરીરમાં તેની અસર થાય છે. આગળ જતા યાદશક્તિની સમસ્યાઓ, ચીડિયાપણું અને મૂડ સ્વિંગ જેવા લક્ષણો દેખાવા લાગે છે. ખાસ કરીને બાળકોમાં તેની ખરાબ અસર થાય છે. કારણ કે સીસાના સતત સંપર્કમાં રહેવાથી બાળકોના ગ્રોથ પર અસર થાય છે અને કેટલાક સંજોગોમાં તેમનામાં આક્રમકતાનું પ્રમાણ વધી શકે છે.
કયારે બદલવું પ્રેશર કૂકર એક્સપર્ટનું સૂચન
પ્રેશર કૂકર 10 વર્ષથી વધુ જૂનું હોય તો તેને તાત્કાલિક બદલવું જોઈએ તેવી એક્સપર્ટે સલાહ આપી. ભલે તમારું કૂકર ખરાબ ના થયું હોય છતાં પણ 10 વર્ષ થાય તો જરૂર બદલી નાખવું. કારણે દરરોજ અથવા તો સપ્તાહમાં બે થી ત્રણ વખત કૂકરનો ઉપયોગ થવાથી તેમાં સ્ક્રેચ પડવા લાગે છે, ઉપરનું ઢાંકણું અને રીંગ ઢીલી થઈ જાય છે. કેટલાક સંજોગોમાં જૂના કૂકરનો ઉપયોગ કયારેક બ્લાસ્ટ થવાની ઘટનાને અંજામ આપે છે. તેમજ કૂકરમાં સ્ક્રેચ પડતા રાંધેલા ખોરાક સાથે તે ભળે છે. એટલે એલ્યુમિનિયમ હોય કે પછી સ્ટીલની ધાતુનું કૂકર 10 વર્ષે બદલવું જોઈએ. ખાસ કરીને આ બંને ધાતુ શરીરમાં જવાથી બાળકોના વિકાસ પર અસર કરે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )