શિયાળાની ઠંડી સ્વાસ્થ્યની સમસ્યા વધારે છે. ઠંડીનું પ્રમાણ વધતા લોકોમાં સામાન્ય શરદી, ખાંસી ઉપરાંત શ્વાસ સંબંધિત અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વધે છે. આ દિવસોમાં ખાસ કરીને 60 ઉંમરના લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધતી હોવાનું સામે આવ્યું છે. બ્લડ પ્રેશર વધતા હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે. હેલ્થ એક્સપર્ટના મતે શિયાળા દરમિયાન એવા ખોરાકને દરરોજના આહારમાં સામેલ કરવા જોઈએ તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે.
શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હાઈ બ્લડ પ્રેશર ઘણા રોગોનું કારણ બને છે. એટલે જ કોઈપણ ઋતુ હોય બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જયારે શિયાળાની ઋતુમાં ખાવાની રીત બદલાવાના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે. શિયાળામાં વધુ ભૂખ લાગવાના કારણે લોકો ગમે તે ખોરાક ખાય છે. નાની ભૂખ માટે તળેલા નાસ્તા અને જંકફૂડ ખાય છે. જે શરીરમાં સુગર લેવલ વધારે છે અને સ્વાસ્થ્ય માટે ખતરાનું કારણ બને છે. તેથી શિયાળા દરમિયાન પૌષ્ટીક આહાર ખાવા જોઈએ. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે. બ્લડ પ્રેશરને અસર કરતા ખોરાકને લઈને સંશોધન કરાયું હતું.













