ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની. દેશની દિકરીઓએ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો.આજે ભારતીય મહિલા ખેલાડીઓ પર સમગ્ર દેશવાસીઓ ગૌરવ કરી રહ્યા છે. પરંતુ પુરુષ ખેલાડીઓ કરતાં મહિલાઓ ખેલાડીઓને મેદાનમાં અને મેદાન બહાર અનેક સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને માસિક સ્ત્રાવના સમયમાં મહિલા ખેલાડીઓ માટે રમત રમવી એ એક પડકાર રહે છે. આ સમયમાં રમત મેનેજ કરવી વધુ મુશ્કેલ બને છે.


માસિક સ્રાવનો સમય કોઈપણમહિલા માટે પીડાદાયક

મહિલા ખેલાડીઓની ફીટનેસનું ધ્યાન રાખનાર એક્સપર્ટે કહ્યું કે માસિક સ્રાવ સમયે ખેલાડી હોય કે સામાન્ય મહિલા તેમના શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે. જેના કારણે તેમના શરીરમાં નબળાઈ અને ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. જયારે મહિલા ખેલાડીઓમાં આ સમયે ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ અનુભવાય છે. ચાર કલાક સુધી ફિટ રહેવું અને દોડવું સરળ નથી. આ જ કારણ છે કે મહિલા ખેલાડીઓ માટે આ સમય દરમિયાન રમવા માટે તબીબ દ્વારા નિશ્ચિત માર્ગદર્શન હેઠળ દવા અને સારવાર આપવામાં આવે છે.

મહિલાઓ ખેલાડીઓ પીરીયડમાં રાખે છે ધ્યાન

પીરીયડના સમયમાં મહિલા ખેલાડીઓને મુખ્યત્વે પેઇનકિલર્સ અને હોટ પેડ્સ પર આધાર રાખે છે. મેચ પહેલાં, ટીમ ફિઝિયો તેમને ખેંચાણને નિયંત્રિત કરવા માટે પેઇનકિલર્સનો હળવો ડોઝ આપે છે. વધુમાં, પેટ પર હોટ પેડ લગાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને દુખાવો ઓછો થાય છે. આ સમયમાં દવા ઉપરાંત માનસિક મજબૂતાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રમતવીરો માનસિક રીતે પોતાને પીડાને અવગણવા અને ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર કરે છે. કેટલાક કિસ્સાઓમાં, જો પીડા ખૂબ તીવ્ર બની જાય, તો તેઓ તેમના ફિટનેસ કોચ સાથે વાત કરી તેમની તાલીમની તીવ્રતા ઘટાડે છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પીરિયડ ટ્રેકિંગ એપ્સ દરેક ખેલાડીના માસિક ચક્ર પર નજર રાખે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

  • Follow us on: