મહિલાઓ દર મહિને માસિક સ્ત્રાવની સમસ્યાનો સામનો કરે છે. પરંતુ ચોક્કસ સમયગાળા પછી માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે. માસિક સ્રાવ બંધ થવાને મેનોપોઝ કહે છે. મહિલાઓમાં 12 થી 14 વર્ષની ઉંમરે માસિક આવવાની શરૂઆત થાય છે. અને સામાન્ય રીતે 50 વર્ષ બાદ મહિલાઓમાં માસિક બંધ થાય છે. એટલે કે 50 વર્ષ પછી મહિલાઓ મેનોપોઝ સમયગાળામાં પ્રવેશ કરે છે. પરંતુ આજકાલ 40 વર્ષ પહેલા મહિલાઓમાં મેનોપોઝ આવે છે.


દુર્લભ બીમારીનું જોખમ, Early મેનોપોઝ

આરોગ્ય નિષ્ણાતના મતે સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે થાય છે. પરંતુ આજે લોકોની જીવનશૈલી બદલાઈ છે એટલે 40 વર્ષની આસપાસ અને તેની પહેલા પણ મહીલાઓમાં મેનોપોઝ આવે છે. વહેલા મેનોપોઝ આવવાના આનુવંશિક અને શારીરિક કારણો હોઈ શકે છે. ગંભીર બીમારીમાં કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી જેવી તબીબી સારવાર અને શસ્ત્રક્રિયા તેમજ માનસિક તણાવના કારણે Early મેનોપોઝ આવી શકે છે.  Early મેનોપોઝના કારણે મહિલાઓમાં  ઓસ્ટીયોપોરોસિસ અને હૃદય રોગ જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે.  તો કયારેક આ સમયગાળામાં માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. Early મેનોપોઝના લક્ષણોને ઓળખવામાં આવે તો આવી સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકીએ છીએ.

Early મેનોપોઝના આ છે લક્ષણો

મેનોપોઝનો એક તબક્કો છે જેના લક્ષણો સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પહેલાં શરૂ થાય છે. જયારે મહિલાઓને માસિક સ્ત્રાવમાં અનિયમિતતા આવે તો તે  મેનોપોઝનું પ્રથમ લક્ષણ છે.  આ ઉપરાંત વારંવાર મૂડ સ્વિંગ થવો, સ્વભાવમાં ચીડિયાપણું, રાત્રે ઊંઘ ન આવવી, વાળ ખરવા, વારંવાર માથાનો દુખાવો થવો, સાંધામાં દુખાવો અને જડતા, આત્મવિશ્વાસનો અભાવ, ત્વચાની સ્થિતિમાં ફેરફાર જેમ કે શુષ્ક અથવા તૈલી ત્વચા, રાત્રે અતિશય પરસેવો થવો અને માઇગ્રેનની ફરિયાદ જોવા લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. જો તમારા શરીરમાં 40ની વય પહેલા આ લક્ષણો વારંવાર દેખાય તો સાવધ થઈ જાઓ. આ Early મેનોપોઝનો સંકેત છે. તમે તાત્કાલિક ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો.

  • Follow us on: