સ્વસ્થ લીવર લોહીને શુદ્ધ કરવા સાથે ઉર્જા પણ પૂરી પાડે છે. પરંતુ જયારે લીવર ખરાબ હોય ત્યારે શરીરમાં આ ફેરફાર દેખાય છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે તેની અસર સીધી આપણી ત્વચા અને ચહેરા પર દેખાય છે. વારંવાર તમારી આંખોમાં આ બદલાવ થતા હોય તો ચેતી જાવ. તે લીવર ખરાબ હોવાનો સંકેત છે. લીવર ખરાબ થવાની આંખો સૌથી પહેલા નોંધ લે છે. આંખોમાં ફેરફાર લીવર ખરાબ હોવાના લક્ષણો છે.


શરીરનું આ અંગ બતાવશે લીવરની સ્થિતિ

ફેટી લીવર એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જેને જો ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ બીમારી તરફ દોરી શકે છે. એટલે જ શરીરમાં વારંવાર કેટલાક લક્ષણો દેખાય તો તેને અગવણવા ના જોઈએ. લીવર સ્વસ્થ ના હોય તો ફેટી લીવર અને કયારેક લીવર ફેલ્યોરનું જોખમ વધે છે. સવારે ઉઠ્યા બાદ તમારી આંખોમાં સોજા દેખાય તો તે લીવર ખરાબ હોવાની નિશાની છે. જો આંખોમાં થતા આ ફેરફારોને વહેલા ઓળખી લેવામાં આવે તો ગંભીર ખતરો ટાળી શકાય છે. લીવરની સમસ્યામાં તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો દર્દીના મોતની સંભાવના વધે છે.

લીવર સ્વસ્થ છે કે નહીં, આંખો કહેશે

1) કમળો : આ બીમારી કે જેની પીળીયો કહે છે તેમાં ત્વચાની સાથે, સ્ક્લેરા પણ પીળો દેખાય છે, જે લોહીમાં બિલીરૂબિન (પીળો રંગદ્રવ્ય) માં વધારો થવાને કારણે થાય છે. જ્યારે આપણું લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે બિલીરૂબિન નામનો પીળો પદાર્થ શરીરમાં જમા થાય છે. આના કારણે આંખોનો સફેદ ભાગ પીળો થઈ જાય છે. લીવર ખરાબ થવાની આ પહેલી નિશાની છે.

2 ) આંખમાં સોજો :  સવારે ઉઠ્યા પછી તમારા ચહેરા પર સોજો આવે છે અને આંખો નીચે સોજો ચાલુ રહે છે, તો આ લીવરમાં ચરબીના સંચયનો સંકેત હોઈ શકે છે. આનાથી લીવરમાં જરૂરી પ્રોટીન ઓછું ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે શરીરમાં પ્રવાહી જમા થઈ શકે છે, જેના કારણે ચહેરા પર સોજો આવી શકે છે અને તેની આસપાસ કાળા કુંડળા પણ થવા લાગે છે. તેમજ આંખોમાં લાલાશ અને બળતરા થાય છે.

3 )ઝાંખી અથવા નબળી દ્રષ્ટિ

લીવરની સમસ્યાઓ શરીરમાં આવશ્યક વિટામિન્સ (જેમ કે A, D, E, K) ના શોષણને અસર કરે છે, જેના કારણે દ્રષ્ટિ ઝાંખી પડી શકે છે અને રાત્રે દ્રષ્ટિમાં મુશ્કેલી પડી શકે છે. આંખના પોપચા પર અથવા આંખોની આસપાસ નાના પીળા રંગના ગાંઠો બની શકે છે, જે ઘણીવાર ઉચ્ચ કોલેસ્ટ્રોલની નિશાની હોય છે અને તે લીવર રોગ સાથે સંકળાયેલા હોઈ શકે છે. તમારે ભૂલથી પણ આંખોમાં થતા આ ફેરફારને અવગણવા જોઈએ નહીં.


આ પણ વાંચો : Skin Care Tips : ગ્લોઇંગ સ્કીન મેળવવાનું જાણો આ રહસ્ય, ફકત 3 દિવસ ટ્રાય કરો ડિટોક્સ પ્લાન, ચહેરો ચમકવા લાગશે


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: