ભારતમાં અત્યારે ક્રિસમસ તહેવારની ઉજવણી ચાલી રહી છે. ક્રિસમસ પાર્ટીને લઈને ઘરોમાં તૈયારીઓ પૂરજોશમાં છે. જો તમે પણ આ પાર્ટીની રોનક બનવા માંગો છો. તો આ ટીપ્સ જરૂર તમને કામ લાગશે. ક્રિસમસ પાર્ટીમાં તમે પોતાના લુકને ગોર્જિયસ બનાવવા માંગો છો  તો આ ઘરેલુ ઉપચાર મદદ કરશે. તમારે આના માટે બ્યુટી પાર્લર જવાની જરૂર નથી. મોંઘી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર ફક્ત એક નારંગી ફળ તમારી સુંદરતા નિખારશે. પાર્ટીમાં તમારી સુંદરતાના લોકો દિવાના થઈ જશે. 


નારંગીની છાલ ત્વચા માટે અસરકારક

ક્રિસમસની પાર્ટીમાં તમારો ચહેરામાં નિખાર આવશે. ઠંડીના કારણે સુસ્ત પડેલ નિસ્તેજ ચહેરામાં ચમક લાવવા નારંગીની છાલ બેસ્ટ હોમ રેમેડી છે. ખરાબ આહાર, પ્રદૂષણ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ચહેરો નિસ્તેજ થઈ જાય છે. નારંગીની છાલ ત્વચા માટે ખૂબ અસરકારક છે. નારંગી ખાધા પછી આપણે જે છાલ વારંવાર ફેંકી દઈએ છીએ તે ખરેખર વિટામિન સીનો એક મહાન સ્ત્રોત છે. નારંગીનો જયુસ અને તેની છાલ ત્વચા માટે બેસ્ટ ઉપચાર છે. તમે નારંગની છાલમાંથી આ સીરમ બનાવી ચહેરાની સુંદરતા વધારી શકો છો.

નારંગની છાલનું સીરમ આ રીતે બનાવો

નારંગી છાલમાંથી સીરમ બનાવવા માટે, નારંગી, લીંબુ અને પપૈયાની છાલ ઉકાળો અને તેનો રસ કાઢો. તેમાં એલોવેરા જેલ, બદામનું તેલ, ગ્લિસરીન અને વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો. આ મિશ્રણ કુદરતી ત્વચા બૂસ્ટર તરીકે કામ કરે છે. તમે આ સીરમને રેફ્રિજરેટરમાં બે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. નારંગીની છાલમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે જે ત્વચાના રંગને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ સીરમનો નિયમિત ઉપયોગ ચહેરા પર ખીલના ડાઘ અને નાના ડાઘના દેખાવને ધીમે ધીમે ઘટાડી શકે છે.

નારંગીની છાલમાં આ છે ગુણધર્મો

નારંગીની છાલમાં નારંગી કરતાં વધુ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે કાળા ડાઘ, રંગદ્રવ્ય અને સૂર્યના યુવી કિરણોને કારણે થતા નુકસાનને સુધારવામાં મદદ કરે છે. છાલમાં રહેલા કુદરતી તેલ ત્વચાને ભેજયુક્ત રાખે છે અને શુષ્કતા અટકાવે છે. ત્વચા માટે આપણે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ તેના કારણે ત્વચાને નુકસાન પણ થઈ શકે છે. આ રાસાયણિક ઉત્પાદનોની આડઅસર ત્વચા પર દેખાય છે. તેના કરતાં આ ઘરેલુ ઉપાય વધુ અસરકારક સાબિત થશે.


આ પણ વાંચો : Weight Loss Tips : વજન ઘટાડવા આહારમાંથી શું દૂર કરવું, રોટલી કે ભાત, શું કહે છે એક્સપર્ટ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: