મહિલાઓ સુંદર દેખાવા પૌષ્ટિક આહારની સાથે કૃત્રિમ વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. આજે ઓફિસ જતી મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓ સુંદર દેખાવા નિયમિત સ્કીન પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આજના સમયમાં મેકઅપ કરવું એ સામાન્ય બાબત બની ગઈ છે. મહિલાઓ આકર્ષક દેખાવા સ્કીન પ્રોડકટનો ઉપયોગ કરી ત્વચાને વધુ ચમકદાર બનાવે છે. પરંતુ આ સ્કીન પ્રોડકટનો ઉપયોગ કરવાને લઈને કેટલીક બાબતોની જાણકારી હોવી જરૂરી છે.


લાંબા સમય સુધી ના કરો પ્રોડક્ટનો ઉપયોગ

ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આ સ્ક્રીન પ્રોડક્ટ કયારેક ગંભીર સમસ્યા સરજી શકે છે. બજારમાં આજે લિપસ્ટિક, મોઇશ્ચરાઇઝર, બોડી લોશન, બોડી વોશ, સીરમ વિવિધ પ્રકારની સ્કીન પ્રોડક્ટ ઉપલબ્ધ છે. કંપનીઓ આ બ્યુટી પ્રોડક્ટરનું વેચાણ કરવા અનેક પ્રકારની આકર્ષક જાહેરાત આપતી હોય છે. મોટી કંપનીઓની બ્યુટી પ્રોડ્કટ વધુ મોંઘી હોવાના કારણે કેટલીકવાર મહિલાઓ બચતની લહાયમાં લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરે છે. એક્સપર્ટના મતે કોઈપણ બ્યુટિ પ્રોડ્કટનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા ત્વચા માટે હાનિકારક બની શકે છે.

જાણો એક્સપર્ટનો અભિપ્રાય

એક્સપર્ટના મતે જે લોકો બ્યુટિ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય તેમણે સિઝન પ્રમાણે તેનો વપરાશ કરવો જોઈએ. કારણ કે હવામાન બદલાતા શરીરની જરૂરીયાત બદલાય છે. અને એ રીતે જ વાળ અને ત્વચાની સંભાળના ઉત્પાદનનો ઉપયોગ કરવો. જેમ, કે ઉનાળામાં વધુ પરસેવો થતો હોય તો ક્રીમ લગાવવાથી ચીકણાપણું અને ખીલની સમસ્યા થાય છે. ઉનાળામાં ગરમીનો પ્રકોપથી બચવા એસપીએફયુક્ત ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે શિયાળામાં ત્વચા અને વાળની ​​શુષ્કતા વધી જાય છે ત્યારે ક્રીમ અને મોઈશ્ચરાઈઝર અને હાઇડ્રેટિંગ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. મેકએપની પ્રોડ્કટ માટે પણ તમે સિઝન પ્રમાણે ઉપયોગ કરી શકો છે. 

એકસાથે ના બદલશો ઉત્પાદનો

વધુમાં એક્સપર્ટે સલાહ આપી કે તમે તમારી ત્વચા સંભાળની દિનચર્યાના બધા ઉત્પાદનો એકસાથે ના બદલશો. કારણ કે કયારેક કોઈ પ્રોડકટથી એલર્જી થતી હોય તો તે બાબત તમારા ધ્યાનમાં આવી શકે છે. મેકપમાં પહેલા ક્લીંઝર બદલો, પછી થોડા દિવસો પછી મોઇશ્ચરાઇઝર બદલો. નવી પ્રોડક્ટ વાપરતા પહેલા તેની એકસપાયરી ડેટ જાણી લો અને સો પ્રથમ તેને હાથની પાછળ અથવા કાનની પાછળ 24 કલાક માટે લગાવી અજમાવી જુઓ. ઝડપી પરિણામો મેળવવાના પ્રયાસમાં તમે વારંવાર ઉત્પાદનો બદલશો નહીં. ઉનાળા, શિયાળો અને ચોમાસા અનુસાર વાળ અને ત્વચા સંભાળની જરૂરિયાત મુજબ ઉત્પાદનો પસંદ કરો.

  • Follow us on: