ભારતમાં સાંસ્કૃતિક રીતે અને પ્રાદેશિક રીતે વિવિધતા હોવા સાથે ભોજનમાં વિવિધતા જોવા મળી છે. ભારતમાં પ્રદેશ પ્રમાણે વાનગીઓ પ્રખ્યાત છે. અને કેટલાક મસાલા પણ વિદેશોમાં લોકપ્રિય છે. આ મસાલા વિના ભારતીયોનું ભોજન અધૂરું છે. દરેક ભારતીય ઘરમાં તમને મરચું, હળદર અને એલચી સહિતના તમામ પ્રકારના મસાલા મળશે.


ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે મસાલા

મસાલા માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવતા નથી, પરંતુ તેમાં અનેક ઔષધિય ગુણો પણ હોય છે. મસાલામાં રહેલા આ ગુણના કારણે તે અનેક રીતે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ જેવા ઘણા ગુણધર્મો જોવા મળે છે. તો ચાલો જાણીએ તે ભારતીય મસાલાઓ વિશે, જે ખોરાકનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આ ભારતીય મસાલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હળદર : હળદરનો ઉપયોગ દરેક ભારતીય ઘરમાં થાય છે. પીળા રંગની હળદર માત્ર ખોરાકનો સ્વાદ અને રંગ જ નહીં, પણ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. કર્ક્યુમિનથી ભરપૂર, હળદર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો ધરાવે છે. હળદરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. અને ઇમ્યૂનિટી વધારવામાં મદદરૂપ પણ બને છે.

ધાણા : ભારતીય ઘરોમાં જોવા મળતો ધાણા માત્ર ખોરાકને સ્વાદિષ્ટ જ નથી બનાવતો પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરને ઠંડુ રાખવા અને પાચન સુધારવા માટે જાણીતું છે. ધાણાનું સેવન વૃદ્ધત્વથી બચાવવા સાથે બ્લડ સુગર પણ નિયંત્રિત કરે છે. દરરોજ તેનું સેવન કરીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય.

જીરું : જીરું આખા અને પાવડર બંને સ્વરૂપમાં વપરાય છે. દાળ, શાકભાજી અને રાયતામાં જીરું વઘારમાં ઉપયોગમાં લેવાય છે. જીરું આપણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. જીરું પાચનમાં મદદ કરે છે અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડે છે. હાજર ફાઇબર પેટ સાફ કરવામાં મદદ કરે છે કરવા સાથે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.

લાલ મરચું : ભારતીય મસાલાઓ વિશે વાત કરવી અને લાલ મરચાંનો ઉલ્લેખ ન કરવો અશક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે લાલ મરચું ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેપ્સેસીનથી ભરપૂર લાલ મરચું ચયાપચય વધારવા માટે જાણીતું છે. આ મસાલાનું સેવન સાંધાના દુખાવામાં અને ત્વચા માટે પણ ઉપયોગી છે. સાથે કેન્સર સામે પણ રક્ષણ આપે છે. જોકે લાલ મરચું વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાનકારક બની શકે છે.

  • Follow us on: