વજન ઝડપથી વધી રહ્યું હોય તો તેને ઘટાડવા માટે તમારા આહારમાં આ ખોરકાને સામેલ કરો. આ પૌષ્ટીક આહારની સાથે દિનચર્યામાં હળવી કસરતને પણ સામેલ કરવાથી ચયાપચય ઝડપી બને છે, જેનાથી વજન ઘટાડવાનું સરળ બને છે. ડેઈલી રુટિનમાં તમે ફિક્સ સમયપત્રક બનાવો અને તે મુજબ આહાર અને કસરત કરી તમે વજન ઘટાડવાને પડકરામાં સફળતા મેળવી શકશો. જીમમાં ગયા બાદ પણ વજન ઘટતું ના હોય તો દરરોજના આહારમાં તમે લો-કેલેરી ફૂડને સામેલ કરશો તો ચોક્કસ ફાયદો થશે.
મૂંગ દાળ ચિલ્લા સ્વાદથી ભરપૂર
મોટાભાગના લોકો વજન ઘટાડવા ક્રશ ડાયટ અથવા ઉપવાસ કરે છે. પરંતુ સ્માર્ટ વિકલ્પો સાથે, તમે સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણતા જ સરળતાથી વજન ઘટાડી શકો છો. પ્રોટીનથી ભરપૂર મૂંગ દાળ ચિલ્લા વજન ઉતારવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને ભૂખ ઓછી કરે છે. તેમાં ખૂબ જ ઓછું તેલ વપરાય છે, અને તમે પુષ્કળ સમારેલા શાકભાજી (જેમ કે ડુંગળી, ટામેટાં અને શિમલા મરચા) ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકો છો. તે ફક્ત નાસ્તા માટે જ નહીં પરંતુ સાંજના નાસ્તા માટે પણ યોગ્ય છે.













