હાડકાં શરીરના અન્ય અંગોની જેમ મહત્વપૂર્ણ ભાગ છે. હાડકાં ફકત સ્નાયુને જ નહીં શરીરને સમગ્રપણે ટેકો આપે છે. ઠંડીના દિવસોમાં લોકોને સાંધામાં દુખાવો, ઘૂંટણમાં પીડા એમ હાડકાં સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા સામાન્ય લાગે છે પરંતુ તેના કારણે રોજિંદા કાર્યોમાં અવરોધ આવે છે. અને એટલે જ આપણે હાડકાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું જોઈએ. આપણે દરરોજ એવો કેટલાક ખોરાક ખાઈએ છીએ જે સામાન્ય લાગે છે પરંતુ હાડકાં માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે તેવું હેલ્થ એક્સપર્ટે જણાવ્યું.


હેલ્થ એક્સપર્ટ, હાડકાં સ્વસ્થ રાખવા આટલું કરો

મોટાભાગના લોકો આજે ટેસ્ટી અને લાજવબ ખોરાક ખાવાના ચક્કરમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાડકાં મજબૂત હોવા એ તંદુરસ્તીની નિશાની છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર હાડકાની મજબૂતાઈ અને એકંદર ગતિશીલતા પર પડે છે. રોજિંદા જીવનમાં, આપણે ઘણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ અને એવા ખોરાકનું સેવન કરીએ છીએ જે આપણા હાડકાંને નબળા પાડે છે.  આપણે જયારે ખોરાક ખાઈએ ત્યારે તે વસ્તુ સામાન્ય લાગે છે. પરંતુ કેટલાક ખોરાક હાડકાંના સ્વાસ્થય માટે મોટી સમસ્યા સર્જે છે. હેલ્થ એક્સપર્ટના મતે હાડકાં સ્વસ્થ રાખવા દરરોજના આહારમાંથી આ વસ્તુઓ આજે જ દુર કરવી જોઈએ.

હાડકાના સ્વાસ્થ્ય માટે હાનિકારક 

શરીર માટે સોડિયમ એટલે કે મીઠું જરૂરી છે. પરંતુ જો મીઠું ચોક્કસ માત્રામાં લેવામાં આવે તો જ સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. ભોજનમાં ઉપરથી મીઠું લેવાની અનેક લોકોને આદત હોય છે. જેના કારણે જેટલું વધારે મીઠું તમે ખાશો, તેટલું વધારે કેલ્શિયમ તમારા શરીરમાં ઓછું થશે અને હાડકા નબળા પડશે. ખાંડયુક્ત ખોરાક બળતરા અને ઇન્સ્યુલિનમાં વધારો કરે છે. અને તે લો બ્લડ પ્રેશરની સમસ્યા સર્જી શકે છે. ખાંડયુક્ત ખોરાક શરીરમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ બહાર કાઢી શકે છે. ઠંડા પીણાંનું વધુ પડતું સેવન તમારા હાડકાંને પણ નુકસાન પહોંચાડે છે. અભ્યાસોમાં સામે આવ્યું છે કે ખાંડ, કેફીન અને અન્ય ઘટકો હોય છે જે હાડકાંમાંથી કેલ્શિયમ ચૂસી લેવાનું કામ કરે છે. બેઠાડુ જીવનશૈલી પણ હાડકાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

  • Follow us on: