શિયાળાની ઠંડીમાં હોઠ ફાટવા અને લોહી નીકળવું સામાન્ય છે. ઠંડીમાં લોકોને હોઠમાં તિરાડ પડવાની ફરિયાદ રહે છે. હોઠ ફાટવાની સમસ્યા દૂર કરવા લોકો મોંઘો ક્રિમનો ઉપયોગ કરે છે. તેમાં રહેલ કેમિકલ કયારેક હોઠ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હોઠ ફાટવાની સમસ્યામાં તમે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને બદલે આ કુદરતી ઉપાય અજમાવો. ફાટેલા હોઠને ગુલાબની પાંખડી જેવા મુલાયમ બનાવવા તમે આ ઘરેલુ ઉપચાર કરી શકો છો.
હોઠ ફાટવાની સમસ્યામાં કરો આ ઘરેલુ ઉપચાર
દૂધની તાજી મલાઈ : મલાઈમાં કુદરતી ચરબી હોય છે જે હોઠને ઊંડે સુધી નરમ રાખે છે. મલાઈ હોઠને કાળ પડવા દેતી નથી. થોડી તાજી મલાઈ લો અને તેને હોઠ પર લગાવી 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીમાં સાફ કરી લો. આ ફાસ્ટ ઉપચાર છે તમારે કોઈ વધુ ખર્ચ કરવાની જરૂર નથી.
દેશી ઘી : ઘી એ હોઠ માટે શ્રેષ્ઠ કુદરતી મોઈશ્ચરાઈઝર છે. ઘીનું સેવન શરીર સ્વસ્થ રાખે છે. સાંધાની સમસ્યામાં રાહત આપે છે. દેશી ઘી ત્વચાની સુંદરતા વધારવાનો શ્રેષ્ઠ ઉપચાર છે. રાત્રે સૂતા પહેલા હોઠ પર શુદ્ધ દેશી ઘી લગાવો. કયારે પણ શિયાળામાં તમારા હોઠ ફાટશે નહીં.
મધ : મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે જે ફાટેલા હોઠને મટાડે છે. હોઠ પર મધનું પાતળું પડ લગાવો અને તેના પર વેસેલિન અથવા નારિયેળ તેલ લગાવો. ફકત 15 મિનિટ આ મિશ્રણ રાખી તેને સાફ કરી લો. હોઠ નરમ અને મુલાયમ થશે.
એલોવેરા જેલ : એલોવેરા હોઠની બળતરા ઘટાડે છે અને ફાટેલી સ્કીનને રિપેર કરે છે. તાજા એલોવેરાના પાનમાંથી જેલ કાઢીને હોઠ પર લગાવો. તે કુદરતી લિપ બામનું કામ કરે છે.
ગુલાબ જળ : જો હોઠ વધુ પડતા ફાટી ગયા હોય અને તેમાંથી લોહી નીકળતું હોય, તો આ ઉપાય રામબાણ છે. સમાન માત્રામાં ગ્લિસરીન અને ગુલાબ જળ મિક્સ કરીને રાત્રે હોઠ પર લગાવો. આ ઉપચારથી લોહીમાં તિરાડની સમસ્યા દૂર થશે.
લિપબામ અને લિપસ્ટીક હોઠ માટે હાનિકારક
શિયાળામાં હોઠ વધુ પડતા ફાટતા હોય તો તમારા શરીરમાં વિટામિનની ઉણપનો સંકેત હોઇ શકે. તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને રાત્રે પૂરતી ઊંઘ લેવી. હોઠ પર મોંઘા લિપ બામ લગાવવું હાનિકારક બની શકે છે. હોઠ કુદરતી રીતે લાલ રહે માટે ઘરે જ લિપ બામ બનાવો. તમે બીટના રસનો ઉપયોગ કરી લિપ બામ બનાવી શકો છો. સસ્તી કે કેમિકલયુક્ત લિપસ્ટિકનો વપરાશ ટાળો.
આ પણ વાંચો : Roti Pizza Recipe : વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી પિઝ્ઝા, બાળકો વારંવાર માંગશે