બાળકોમાં આજે સ્પર્ધા વધી છે. બાળકો અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ સક્રિય રહે છે. તમામ માતોઓને પોતાનું બાળક પ્રથમ નંબર આવે તેવી ઈચ્છા રહેતી હોય છે. બાળકો અભ્યાસ સહિત અન્ય બાબતોમાં પણ તેજસ્વી બની શકે છે. જો આ આદતો અપનાવો તો બાળકોનું મગજ તેજ બનશે. ફકત બદામ ખાવાની બૌદ્ધિક શક્તિથી વધતી નથી. સાથે-સાથે આ આદતો પણ અપનાવી પડે છે.
વિશ્વ મગજ દિવસ
આજે દુનિયાભરમાં વર્લ્ડ બ્રેઈન ડે મનાવવામાં આવે છે. વિશ્વ મગજ દિવસ માટે એક નિશ્ચિત થીમ રાખવામાં આવે છે. આ વખતે તેની થીમ 'બધા યુગ માટે મગજ સ્વાસ્થ્ય' છે. જેનો અર્થ છે કે તમામ ઉંમરના લોકો માટે માનસિક સ્વાસ્થ્ય જાળવવું. આજના આ ખાસ દિવસે બાળકોનું મગજ કેવી રીતે તેજ બનાવવું તેને લઈને થોડી ટીપ્સ આપીશું. જો કે આ ટીપ્સ બાળકોની સાથે વયસ્કો પણ અપનાવી શકે છે. આ ઉપાયથી ઉંમર પ્રમાણે તેમની બૌદ્ધિક શક્તિમાં પણ વધારો થશે.
વાચંનની આદત કેળવો : બાળકો હોય કે મોટાઓ હોય મગજને તેજ બનાવવા માટે નવી-નવી વસ્તુઓ શીખવી જરૂર છે. મોબાઈલ પર સ્ક્રોલિંગ કરવાના બદલે પુસ્તકો વાંચવાનું શરૂ કરો. કારણ કે વાંચનથી મગજ સતેજ બને છે. બાળકોને નાનપણથી જ વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવાની આદત પાડો. વાંચન કરવાથી તેમની સર્જનશક્તિ ખિલશે. બાળકોને સ્વામી વિવેકાનંદથી લઈને ધાર્મિક પુસ્તક ઉપરાંત તેમને પસંદ એવા જાણીતા લેખકના પુસ્તક લાવી આપો. બાળકો વાંચન કરશે તો તેમનો શબ્દ ભંડોળ વધશે અને નવી માહિતી મેળવી શકશે.
હળવી કસરત : દરરોજ 30 મિનિટ કસરત કરવાથી મગજ તેજ બને છે. આ માટે તમે 30 મિનિટ ચાલી શકો છો. આનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. કસરત કરવાથી તણાવ પણ ઓછો થાય છે. હળવી કસરતમાં ચાલવા તેમજ સાઈકલિંગ જેવી કસરત છે. આ કસરત કરવાથી શરીરમાં હલનચલન થાય છે. અને બંધ પડેલ મગજની વૃત્તિઓ સક્રિય થાય છે. યુવાનોએ મગજ તેજ કરવા તમાકુ અને સિગારેટ જેવા વ્યસનથી દૂર રહેવું જોઈએ.
પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવી : જો તમે ચિંતા, ડિપ્રેશન અથવા કોઈપણ પ્રકારની માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તે તમારી ઊંઘ પર અસર કરી શકે છે. આનાથી એકાગ્રતા પણ નબળી પડે છે અને યાદશક્તિ પર પણ અસર પડે છે. તેથી, પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તમે તમારા રોજિંદા જીવનમાં 8-9 કલાકની ઊંઘ લો છો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.