એકવાર શરીરમાં ડાયાબિટીસ (Diabetes) નું નિદાન થઈ જાય, પછી દવાઓ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા તેને જીવનભર કંટ્રોલમાં રાખવો પડે છે. ડાયાબિટીસ એક ક્રોનિક એટલે કે લાંબા ગાળાનો રોગ છે, તેથી તેનાથી બચવા માટે વ્યક્તિએ નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જોઈએ. સામાન્ય રીતે લોકોમાં માન્યતા છે કે વધુ પડતી સુગર ખાવાથી ડાયાબિટીસ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે 35 વર્ષની ઉંમર પછી માનસિક તણાવ ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ વધારે છે.
ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ વધ્યા, સ્થિતિ ચિતાંજનક
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, ભારતમાં ડાયાબિટીસ હવે એક મોટો સ્વાસ્થ્ય સંકટ બની ગયો છે. ડાયાબિટીસ બીમારીને લઈને ભારતમાં આંકડા ચોંકાવનારા છે. આ ગંભીર બીમારીના દર્દીઓ વધતી ભારતમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. દેશમાં આશરે ૧૦ કરોડ લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૭.૭ કરોડ લોકોને ટાઇપ-૨ ડાયાબિટીસ છે. જયારે ૨.૫ કરોડ લોકો પ્રી-ડાયાબિટીકની શ્રેણીમાં આવે છે. આ જ કારણ છે કે ભારત આજે વિશ્વની 'ડાયાબિટીસ રાજધાની' બની રહ્યું છે.
માનસિક તણાવ ડાયાબિટીસનું કારણ એક્સપર્ટ
હેલ્થ એક્સપર્ટ કહે છે કે માનસિક તણાવના કારણે સીધી ડાયાબિટીસની બીમારી થતી નથી. પરંતુ લાંબા ગાળાનો સ્ટ્રેસ આ રોગનું જોખમ ચોક્કસ વધારી દે છે. જ્યારે વ્યક્તિ સતત ચિંતા કે તણાવમાં રહે છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ (Cortisol) અને એડ્રેનાલિન (Adrenaline) જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધે છે. આ હોર્મોન્સ શરીરને તણાવનો સામનો કરવા માટે બ્ડલ સુગર (ઇન્સ્યુલિન) નું સ્તર વધારે છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલે, તો ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટે છે અને શરીરમાં 'ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ' પેદા થાય છે, જે ટાઇપ-૨ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે.
ડાયાબિટીસથી બચવા માટે રોજ આટલું કરો
ડાયાબિટસ ગંભીર બીમારીથી બચવા નિષ્ણાતો રોજ થોડી મિનિટો માટે શારીરિક રીતે સક્રિય રહેવાની સલાહ આપે છે. જમ્યા પછી ટૂંકા ગાળાનું વોકિંગ કરવાથી બ્લડ સુગર ઝડપથી કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે. સ્વસ્થ રહેવા રોજ ૭-૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી અનિવાર્ય છે. ઊંઘ પૂરી ન થવાને કારણે માનસિક તણાવ વધે છે, જે ધીમે-ધીમે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.
આ પણ વાંચો : Pregnancy Diet Tips: પ્રેગ્નન્સીમાં અથાણું ના ખાવું વડીલોની ચેતવણી, જાણો ડોક્ટરનું સૂચન
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )