આપણી પરંપરાગત ભારતીય થાળીમાં ચણા, જવ, બાજરી, કઠોળ અને Millets જેવા અનાજ મોખરે રહેતા. આ ખોરાકને કારણે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર (રેસા) કુદરતી રીતે જ મળી જતું. પરંતુ આજે આપણી થાળીમાં રિફાઇન્ડ લોટ (મેંદો), ખાંડ, પેકેજ્ડ નાસ્તો અને પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. પરિણામે, ગેસ, પેટ ફૂલવું, સુસ્તી, કબજિયાત અને મેટાબોલિક રોગો ઘેર-ઘેર જોવા મળે છે. આ જ કારણે આજકાલ સોશિયલ મીડિયા પર એક નવો હેલ્થ ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે, જેને 'ફાઇબર-મેક્સિંગ' (Fiber-Maxing) કહેવામાં આવે છે. 

શું છે ટ્રેન્ડ થયેલ 'ફાઇબર-મેક્સિંગ'

'ફાઇબર-મેક્સિંગ' એટલે પોતાની દૈનિક થાળીમાં ફાઇબરનું પ્રમાણ મહત્તમ રાખવું જોઈએ. "ફાઇબર-મેક્સિંગ" નો અર્થ એવો બિલકુલ નથી કે તમે અચાનક જ ખૂબ બધું ફાઇબર ખાવાનું શરૂ કરી દો. જો તમે અચાનક આહારમાં ફાઇબર વધારશો, તો પેટ ફૂલી જવું અને ભારેપણું લાગવું, પેટમાં ગેસ અને અતિશય ખેંચાણ થવા લાગે છે. આ ઉપરાંત ફાઇબર વધારવાની સાથે જો તમે પૂરતું પાણી ન પીવામાં આવે, તો કબજિયાત ઘટવાને બદલે ઉલટાની વધી શકે છે.

શરીર માટે ફાઈબર કેમ જરૂરી, જાણો

ડોકટરો અને ડાયેટિશિયનોના મતે, માનવ શરીરને દરરોજ ૩૦ થી ૪૦ ગ્રામ ફાઇબરની જરૂર હોય છે, પરંતુ આજના સમયમાં મોટાભાગના ભારતીયો માંડ ૧૫ ગ્રામ સુધી જ પહોંચી શકે છે. ખોરાકમાં રહેલ ફાઇબર પાણીમાં ઓગળી જાય છે અને પેટમાં એક જેલ જેવો પદાર્થ બનાવે છે. તે ખોરાકને ધીમે-ધીમે પચાવે છે જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ સિવાય તે લોહીમાં શુગરનો સ્તર અચાનક વધતો અટકાવે છે અને બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે. ફાઇબર પાણીમાં ઓગળતું નથી, પણ આંતરડાના કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. આખા અનાજ, ઘઉંનું થૂલું (ભૂસું), લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, તેમજ છાલવાળા ફળો અને શાકભાજી. હઠીલી કબજિયાત અટકાવે છે, આંતરડાને એકદમ સાફ રાખે છે અને બ્લોકેજ કે હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડી હૃદયનું રક્ષણ કરે છે.

ફાઈબર હોવાથી શરીરમાં થાય છે ગજબના ફાયદા

રોજિંદા આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારવું જોઈએ. તેની સાથે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાની આદત રાખો. ફાઈબર બ્લડ સુગર નિયંત્રણમાં રાખે છે. તે સ્વાદુપિંડ (Pancreas) પર ઇન્સ્યુલિનનું દબાણ ઘટાડે છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે છે. તે આંતરડાના 'સારા બેક્ટેરિયા' (Microbiome) ને પોષણ આપે છે, જે મગજને પોઝિટિવ સિગ્નલ મોકલીને તણાવ, ચિંતા અને મૂડ સુધારે છે. તે વારંવાર ભૂખ લાગવા દેતું નથી, જેથી વજન આપમેળે કાબૂમાં રહે છે.


આ પણ વાંચો : Skin care: ખીરા, ગ્રીન ટી અને ગુલાબજળની મદદથી નેચરલ ફેસ ટોનર બનાવવાની રીત, સ્કીન રહેશે હાઇડ્રેટ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )