ચોમાસામાં લોકોને પેટસંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. વરસાદી સિઝનમાં સામાન્ય પેટની તકલીફ કયારેક કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળો જેવી ગંભીર બીમારીનું કારણ બને છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણમાં પાચન શક્તિ નબળી પડતા લોકોને ગેસ, અપચો, એસિડિટી, કબજિયાતની ફરિયાદ રહે છે. આ સમસ્યા દૂર કરવા તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરી શકો છો. ઘરના રસોડામાં જ આ સમસ્યાનો ઉપચાર રહેલો છે.
ઘરેલુ ઉપચાર રામબાણ ઇલાજ
વરસાદી સિઝનમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ બીમારી થવાનું કારણ દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ માનવામાં આવે છે. આ સિઝનમાં ગેસ, અપચો, પેટ સંબંધિત સામાન્ય સમસ્યાઓ દૂર કરવા આ સરળ ઘરેલુ ઉપચાર રામબાણ ઇલાજ સાબિત થશે. નાની નાની સમસ્યામાં દવા લેવાની જરૂર નહી પડે.
આદુ અને લીંબુ : તમે આદુના ટુકડાને છીણી તેનો રસ કાઢી લો. પછી આ રસને હૂંફાળા પાણીમાં ઉકાળી તેમાં થોડું લીંબુ નીચોવી ખાલી પેટે સેવન કરો.
અજમો (અજમો) અને કાળા મરી : રસોડામાં રહેતા આ નાના મસાલા પેટના દુખાવામાં અસરકાર સાબિત થશે. પેટની સમસ્યા દરમિયાન 1 ચમચી અજમો અને ચપટી કાળી મરી લઈ તેમાં થોડું સિંધવ મીઠુંનું ચૂર્ણ બનાવી પાણી સાથે સેવન કરો.ગેસ અન આફરો ચઢ્યો હોય ત્યારે આ ઉપચાર જલદી પરિણામ આપશે.
ઈસબગુલ અને દહીં : કબજીયાતની વર્ષો જૂની સમસ્યા માટે ઇસબગુલ વધુ ફાયદાકારક છે. તમે 1 ચમચી ઈસબગુલને દહીંમાં ભેળવીને રાત્રે સૂતાં પહેલા લો. અને સવારે ઉઠો ત્યારે ખાલીપેટે હૂંફાળું ગરમ પાણી પીશો તો તરત જ પેટ સાફ થઈ જશે.
લસણ : પેટમાં વારંવાર ગેસ થતો હોય તો ખાલી પેટે 1-2 લસણની કળી ચાવીને પાણી સાથે લો. તમે લસણની ચા બનાવીને પણ પી શકો છો. ગરમપાણીમાં લસણની કળી નાખી અડધી ચમતી મધ નાખી તેનું સેવન કરો. આમ, કરવાથી ગેસની સમસ્યામાં આરામ મળશે અને પાચનસંબંધિત સમસ્યા દૂર થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )