દેશમાં કોર્પોરેટ કલ્ચર ઝડપથી વધી રહ્યું છે. આજે તો મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રમાં કામ કરી રહી છે. મહિલા હોય કે પુરુષ ઓફિસમાં તેમનું  કામ ફક્ત ફાઇલો અને મીટિંગ્સ સુધી મર્યાદિત નથી રહ્યું. ઓફિસ કામ હવે લક્ષ્યાંક આધારિત બન્યું છે. વર્ક પ્લેસ પર કાર્યભાર વધતા માનસિક દબાણ વધે છે, આ દબાણ અંગત જીવન અને સંબંધોને પણ અસર કરે છે. એટલે જ કાર્યસ્થળના તણાવને નિયંત્રણમાં રાખવું અને ઘટાડવું જરૂરી છે. વર્કપ્લેસનો સ્ટ્રેસ ઘટાડવા આ ઉપાય જરૂર તમને મદદ કરી શકે છે.


વર્ક પ્લેસ પર તણાવ ઘટાડવાની ટિપ્સ

નિષ્ણાત કહે છે કે આજકાલ લોકોમાં માનસિક તણાવ વધ્યો છે. બાળકો હોય કે પછી વ્યસ્ક વધુ પડતું અને સતત કામ તણાવ આપે છે. ઓફિસના તણાવને દૂર કરવા તમે કલાકો સતત બેસી રહેવાના બદલે ટૂંકો વિરામ લો. સતત કલાકો બેસી કામ કરવાનું ટાળો. તમે દર 60 થી 90 મિનિટે 5 થી 10 મિનિટનો વિરામ લો. આમ કરવાથી મગજને ફ્રેશ થવાની તક મળશે. ટૂકા વિરામ દરમિયાન, તમારી ખુરશી પરથી ઉઠો અને ફરવા જાઓ, બારી પાસે જાઓ, ઊંડો શ્વાસ લો અને તમારી આંખોને આરામ આપો. દિવસની શરૂઆતમાં કામની યાદી બનાવી પ્રાથમિકતા મુજબ કામ કરો. સ્માર્ટ પ્લાનિંગ ઓફિસ તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઘરે ગયા બાદ મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો

ઓફિસથી ઘરે ગયા બાદ સોશિયલ મીડિયાથી દૂર રહો. ઘરે ગયા પછી પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરો. આ તમે એકલા હોવ તો તમારી ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો. ગમતું કાર્ય કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે. રાત્રે સુતા પહેલા બીજા દિવસના ઓફિસ અને ઘરના જરૂરી કામની યાદી બનાવો. સૂતા પહેલા 10 મિનિટ ઊંડા શ્વાસ લેવાથી અથવા આંખો બંધ કરીને ધ્યાન કરવાથી પણ મન શાંત થશે. દૈનિક સમયનું મેનેજમેન્ટ અને કામની પ્રાથમિકતા, ફક્ત યોગ્ય સંતુલન જાળવી રાખીને જ ઓફિસના તણાવને લાંબા ગાળે નિયંત્રિત કરી શકાય છે.


આ પણ વાંચો : Beauty Tips : ગ્લોઇંગ સ્કીન માટે બેસ્ટ છે આ ટીપ્સ, ટ્રાય કરો મુલતાની માટી, જાણો ફાયદા


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: