ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ડાયટને કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. જ્યારે હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા સમય રહેતા ડિટેક્ટ ન થાય તો હૃદય સાથે જોડાયેલી ગંભીર અને જોખમી બીમારીઓ થઇ શકે છે. ત્યારે જો તમને આઁખોમાં કંઇક આવા લક્ષણો દેખાય તો સાવધાન થઇ જજો.. કારણ કે આ લક્ષણો હાઇ કોલેસ્ટ્રોલ હોવા તરફ ઇશારો કરે છે.


જૈથેલાસ્મા

હેલ્થ એક્સપર્ટ મુજબ જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે આંખોની આસપાસ ઝેન્થેલાસ્મા થઈ શકે છે. જેમાં વ્યક્તિને આંખના પોપચાની આસપાસ પીળા ફોલ્લીઓ દેખાવા લાગે છે અથવા તમારી પોપચાની આસપાસનો ભાગ ફુલાવા લાગે છે, ત્યારે આવી સ્થિતિને ઝેન્થેલાસ્મા કહેવામાં આવે છે.

ઝાંખી દ્રષ્ટિની સમસ્યા

જો તમને ઝાંખુ દેખાતુ હોય તો આ લક્ષણને અવગણવુ ન જોઇએ. હાઇ કોલેસ્ટ્રોલ તમારી દ્રષ્ટિ પર નકારાત્મક અસર કરી શકે છે. આ ઉપરાંત આર્કસ સેનિલિસ એટલે કે આઇરિસની આસપાસ સફેદ કે વાદળી રિંગ, આ લક્ષણ કોલેસ્ટ્રોલની સમસ્યાઓ તરફ પણ નિર્દેશ કરી શકે છે.

ઉચ્ચ કોલેસ્ટ્રોલ કેટલું ખતરનાક છે?

ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યા તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યા હૃદય રોગ અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. જો તમે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર તપાસવા માંગતા હો, તો તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ (લિપિડ પેનલ) કરાવી શકો છો. આ ઉપરાંત, ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યાથી બચવા માટે, તમારે તમારી જીવનશૈલી અને આહાર યોજનામાં સુધારો કરવાની જરૂર છે.

(Disclaimer: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ પગલાં લેતા પહેલા, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતુ નથી. )


  • Follow us on: