તંદુરસ્ત રહેવા માટે વ્યવસ્થિત લાઈફ સ્ટાઈલ અને સાચું ડાયટ ફોલો કરવું પણ જરુરી છે. પરંતુ ઘણા લોકો આ વસ્તુથી અજાણ હોય છે કે ઘરના કિચનમાં જ એવી કેટલીક વસ્તુઓ ઉપલબ્ધ છે. જે હાર્ટ હેલ્થને પ્રોત્સાહન આપે છે. તમારું ખાનપાન જો વ્યવસ્થિત હશે તો હ્રદય પણ તંદુરસ્ત રહેશે. આજકાલ લોકો ખાવા-પીવામાં ઘ્યાન રાખતા નથી. અત્યારે લોકો જંક ફૂડનો ઉપયોગ વધારે કરે છે. લોકો બર્ગર, પીઝા, મોમોઝ જેવી બહારની વસ્તુઓ ખાય છે. જેથી સ્વાસ્થ્યને લગતા કેટલાક રોગોનો ખતરો વધી જાય છે.
રસોઈ ઘરમાં જ છે તંદુરસ્ત રહેવાનો ઉપાય
નાની ઉંમરમાં જ ઘણા લોકો અમુક બિમારીઓથી પીડાતા હોય છે. આવી પરિસ્થિતિમાં હ્રદયને હેલ્ધી રાખવા માટે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર ડાયટ લેવું જોઈએ. એવો ખોરાક લેવો જોઈએ જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામીન્સ મળી રહે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોઈ ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ છે જે હ્રદયને તંદુરસ્ત રાખી શકે છે.
ઘરના કિચનમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય
આયુર્વેદ એક્સપર્ટનું કહેવું છે કે, આજકાલ નાની ઉંમરના લોકો પણ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝ જેવી બિમારીઓમાં સપડાઈ રહ્યા છે. યુવાવર્ગ પણ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝ જેવી બિમારીઓનો ભોગ બની રહ્યો છે. જે બધી હ્રદયની બિમારીઓનું કારણ બને છે. એવામાં રસોઈ ઘરમાં રહેલી વસ્તુઓ જેવી કે, તજનો ટુકડો, લસણ અને કઠોળ કે વિવિધ પ્રકારની દાળનો ડાયટ પ્લાનમાં સમાવેશ કરવો જોઈએ.
ઓટ્સ
આપને જણાવી દઈએ કે, ઓટ્સમાં પણ હાઈ ફાઈબર અને ખાસ કરીને બીટા-ગ્લુકેન મળી જાય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. કારણકે કોલેસ્ટ્રોલ વધવાથી હ્રદયને લગતી બિમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે ઓટ્સનું સેવન હ્રદય માટે લાભકારી માનવામાં આવે છે.જે હાઈ બ્લડ પ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે. ઓટ્સને દૂધ કે બદામની સાથે મિક્સ કરીને નાસ્તામાં પણ ખાઈ શકાય છે.
તજ
એક્સપર્ટ્સનું માનીએ તો, હ્રદયને તંદુરસ્ત રાખવા માટે તજ પણ ખૂબ જ લાભકારી છે. જે દરેકના કિચનમાં ઉપલબ્ધ હોય છે અને સરળતાથી મળી રહે છે. તજ પણ બેડ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. તમે તજના પાઉડરને દૂધમાં મિક્સ કરીને પી શકો છો. આપને જણાવી દઈએ કે, આના સિવાય તજનું નવશેકું પાણી પણ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.
લસણ
હ્રદયને હેલ્ધી રાખવા માટે લસણનું સેવન કરવું એ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. કારણકે, લસણમાં ખાસ પ્રકારના પોષક તત્વ હોય છે. જે હાર્ટ રેટને સામાન્ય રાખવામાં મદદ કરે છે. એની સાથે જ લસણ લોહીને જાડું પણ થવા દેતું નથી. જેનાથી હાર્ટને ઘણો ફાયદો મળે છે.
કઠોળ અને દાળ
આપને જણાવી દઈએ કે, કઠોળ અને દાળ પણ હાર્ટ હેલ્થ માટે લાભકારી છે. દાળમાં તુવેરની દાળ, મસુરની દાળ, મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર અને વિટામીન હોય છે. જે હ્રદય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. દરરોજ અલગ અલગ પ્રકારની એક કટોરી દાળ ખાવાથી હ્રદયના રોગનો ખતરો ઘટી જાય છે.
(Disclaimer : આ વિગતો કે માહિતી વાચકોના નોલેજને વધારવા માટે લખાઈ છે, વધુ સારા પરિણામો માટે તજજ્ઞોની સલાહ જરૂરી છે)