કઠોળ પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે. ભારતીય ઘરોમાં કઠોળ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કઠોળમાં ખૂબ જ પ્રકારના પ્રોટીન મળી આવે છે. ઘણા લોકો કન્ફયુઝ હોય છે કે આખરે કયા કઠોળમાં સૌથી વધુ પ્રોટીન છે.


સ્વસ્થ અને ફિટ રહવા માટે પ્રોટીન સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનુ એક છે. કઠોળ પ્રોટીનનો મહત્વ સ્ત્રોત છે. ખાસ કરીને ભારતીય ભોજનમાં કઠોળ સૌથી ખાસ સ્થાન છે. તે માત્ર પ્રોટીનથી ભરપૂર નથી હોતુ પરંતુ તેમાં ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો સ્ત્રોત માનવામાં આવે છે. જો વાત કઠોળની આવે ત્યારે લોકો અસમંજસમાં પડી જાય છે કે કયા કઠોળ સૌથી લાભદાયી રહેશે. કયા કઠોળ સૌથી સારા મગ-મસૂર કે ચણાની દાળ?

1. મગની દાળ પોષણથી ભરપૂર

100 ગ્રામ દાળમાં લગભગ 24 ગ્રામ પ્રોટીન મળી આવે છે, મગની દાળને ભારતીય ઘરોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને સૌથી વધુ બનતી પણ હોય છે. કેમકે તે ખાવામાં હલ્કી પણ જલ્દી પચી જાય તેવી દાળ છે. તે બનવામાં પણ જલદી ચઢી જાય છે. જે લોકો ડાયેટ કરતા હોય છે. તે લોકો ખાસ કરીને આ દાળનો વધારે પડતો ઉપયોગમાં લે છે. ડાયેટ કરવા વાળા અને વજન ઓછુ કરવાવાળા લોકો માટે આ દાળ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત તેમાં રહેલા ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

2. મસૂર દાળ - પ્રોટીન અને આયર્નનું પાવરહાઉસ

100 ગ્રામ મસૂર દાળમાં લગભગ 25 ગ્રામ પ્રોટીન મળી આવતુ હોય છે. મસૂર દાળમાં પ્રોટીનની સાથે આયરન અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. આ દાળ ખાસ કરીને એનિમિયાથી(લોહીની ઉણપ) પીડાતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. આ દાળ સ્વાસ્થય માટે સૌથી સારી અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મસૂરની દાળના ગુણધર્મોને કારણે એ ત્વચા પરની અશુદ્ધિઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ત્વચાને નરમ બનાવે છે તેમ જ ત્વચાના રંગમાં પણ નિખાર આવે છે. સુંદરતા તો ઠીક પણ ત્વચા પર સોજો કે બળતરા હોય કે પછી ખીલ કે ડાઘા હોય તો પણ તેમના માટે પણ આ મસૂરની દાળનું કુદરતી સ્ક્રબ મદદરૂપ થઈ શકે છે. તમે મસૂરની દાળનો ફેસપૅક બનાવીને તેનો ઉપયોગ નિયમિત રીતે કરી શકો છો.

3. ચણાની દાળ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર

100 ગ્રામ ચણા દાળમાં લગભગ 22 ગ્રામ પ્રોટીન હોય છે. ચણાની દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે અને સાથે જ ભરપૂર ઉર્જા પણ પૂરી પાડે છે. બાળકો અને યુવાનોએ ખાસ કરીને ચણાની દાળનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં પ્રોટીનની કમી દૂર થાય છે. ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડાતા દર્દીઓ માટે પણ ચણાની દાળ લાભદાયી છે. આ દાળ તે લોકો માટે સારી માનવામાં આવે છે. જે લોકો મસ્લસ અને શરીરને મજબૂત બનાવવા માંગે છે. આ ઉપરાંત, તેમાં ફાઈબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

તો કઈ દાળ શ્રેષ્ઠ છે

ફક્ત પ્રોટીનની માત્રા વિશે વાત કરીએ, તો ચણાની દાળ સૌથી વધુ સારી ગણવામાં આવે છે. કારણ કે તેમાં પ્રતિ 100 ગ્રામમાં લગભગ 28-30 ગ્રામ પ્રોટીન હોય છે. જો તમને હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક જોઈતો હોય, તો મગની દાળ એક સારો વિકલ્પ ગણી શકાશે. મસૂર દાળમાં આયર્ન અને હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે. જો તમે સંતુલિત આહાર ખાવા માંગતા હોવ તો આ બધા કઠોળને તમારા આહારમાં સામેલ કરી શકો છો અને શરીરને સ્વસ્થ રાખી શકો છો જેથી બધા જ પોષક તત્વો મળી શકે.

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: