આજકાલ લોકો ફિટ રહેવા માટે અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે, જેમ કે કેટલાક પોતાનો આહાર બદલી રહ્યા છે, કેટલાક કસરત કરી રહ્યા છે, અને કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી રહ્યા છે. આવો જ એક ઘરેલું ઉપાય છે લવિંગ પાણી, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈને ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. લવિંગ એક સામાન્ય મસાલો છે જે દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે.
આ નાનો મસાલો તમારા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછો નથી. ખાસ કરીને જ્યારે તેને પાણીમાં પલાળીને પીવામાં આવે છે, ત્યારે તેના ફાયદા અનેકગણા વધી જાય છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે લવિંગ પાણી પીઓ છો, તો તે તમારી પાચન સમસ્યાઓમાં સુધારો કરી શકે છે, સ્કિન ચમકવા લાગે છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાં મદદ કરે છે.
લવિંગનું પાણી પીવાના ફાયદા શું છે?
- લવિંગ પાણી પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે ગેસ, એસિડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેમાં એવા તત્વો હોય છે જે પાચન ઉત્સેચકોને એક્ટિવ કરે છે, જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
- જો તમે વજન ઘટાડવા માગતા હો, તો લવિંગનું પાણી તમને મદદ કરી શકે છે. તે પાચનને ઝડપી બનાવે છે, જે ચરબી ઝડપથી બાળે છે અને ભૂખ પણ ઓછી કરે છે.
- જો તમને દાંતમાં દુખાવો હોય કે પેઢાંમાં સોજો આવે છે, તો લવિંગનું પાણી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તેમાં હાજર યુજેનોલ નામનું તત્વ દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
- લવિંગ પાણી મનને શાંત કરવામાં મદદ કરે છે. તે ઊંઘમાં સુધારો કરે છે અને તણાવ પણ ઘટાડે છે. જો તમે ખૂબ સ્ટ્રેસમાં છો, તો તેને પીવું ખૂબ ફાયદાકારક બની શકે છે.
- લવિંગમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટો હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તે હાર્ટના રોગોનું જોખમ ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશન ને સુધારે છે.
- લવિંગનું પાણી પીવાથી સ્કિન સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. તે ખીલ અને સ્કિનની અન્ય સમસ્યાઓથી પણ રાહત આપે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ સ્કિનને ચમકદાર અને યુવાન રાખે છે.
- દરરોજ લવિંગનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે.
લવિંગ પાણી પીવાની સાચી રીત
લવિંગનું પાણી પીવા માટે, સૌપ્રથમ રાત્રે એક ગ્લાસ પાણીમાં 3 થી 4 લવિંગ પલાળી રાખો, સવારે આ પાણીને થોડું ગરમ કરો, પછી તેને ગાળીને ખાલી પેટે ધીમે ધીમે પીવો. આ 30 દિવસ સુધી સતત કરો અને ફરક જાતે અનુભવો. તેને પીવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટ છે. જો પાચનમાં સમસ્યા હોય, તો તમે રાત્રે સૂતા પહેલા તેને પી શકો છો. શરદી અને ખાંસી હોય તો તેને મધ સાથે પીવો અને દાંતના દુખાવા પર હુંફાળા પાણીથી કોગળા કરો.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.