ભારત જ નહીં દુનિયાભરમાં દુર્લભ બીમારીગ્રસ્ત લોકોની સંખ્યા વધી છે. હોસ્પિટલમાં પણ કિડની રોગ સંબંધિત દર્દીનું પ્રમાણ વધ્યું છે. આ બધા વચ્ચે તબીબ જગતનું એક નવું સંશોધન કિડનીના દર્દીઓ માટે આશાનું કિરણ બન્યું છે. રીસર્ચ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકની એક ટીમે માણસની કિડની તૈયાર કરી. આ સંશોધન સાથે સંકળાયેલ એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે આ કિડની 34 સપ્તાહ સુધી જીવિત રહેશે.


મેડિકલ ક્ષેત્રમાં એક અદ્ભૂત સફળતા

ટેકલોજીના વિકાસ સાથે તબીબ જગતમાં પણ સંશોધન થઈ રહ્યા છે. કેન્સર અને ડાયાબિટીસ જેવી દુર્લભ બીમારીથી થતા મોતનું જોખમ ટાળવા મેડિકલ ક્ષેત્રમાં દવા અને રસીકરણને લઈને નવા સંશોધન થતા રહે છે. મેડિકલ સાયન્સ પણ ઝડપી પ્રગિત કરી રહ્યું છે. તાજેતરમાં જ ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ મેડિકલમાં એક અદ્ભૂત સફળતા મળી છે. 

વૈજ્ઞાનિકોનું  રિઝર્નેટિવ મેડિસનમાં સંશોધન

ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ રિઝર્નેટિવ મેડિસન ( પુનર્જીવિત દવા)ના ક્ષેત્રમાં એક સંશોધન હાથ ધર્યું હતું. રિઝર્નેટિવ મેડિસન એ એક એવું ક્ષેત્ર છે જે રોગ અથવા ઈજાની સારવાર માટે કોષો, પેશીઓ અથવા અવયવોને પુનઃસ્થાપિત કરે છે, સમારકામ કરે છે અથવા બદલી શકાય છે. તેલ અવીવી યુનિવર્સિટીની મદદથી શેબા મેડિકલ સેન્ટરે એક સિંથેટિક કૃત્રિમ 3D ઓર્ગેનોઇડ (લેબ-ગ્રોન ઓર્ગન) બનાવ્યું છે જે 34 અઠવાડિયાથી વધુ સમય સુધી ટકી રહેલું પ્રથમ ઓર્ગેનોઇડ છે.

ભારતમાં કિડની રોગના કેસ વધ્યા

વધુમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ તકનીક દ્વારા, ક્ષતિગ્રસ્ત કિડનીને સુધારવા માટે કોષ પ્રત્યારોપણની જરૂર રહેશે નહીં, તેના બદલે પરમાણુઓ પોતે જ ક્ષતિગ્રસ્ત કિડનીને સુધારી શકશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કિડની રોગ, ખાસ કરીને ક્રોનિક કિડની રોગ (CKD) ના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે આ રોગ છેલ્લા તબક્કામાં આગળ વધે છે, ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે પરંતુ ઘણા લોકો આ સુવિધા મેળવી શકતા નથી. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ કિડની રોગ માટે મુખ્ય જોખમી પરિબળો છે. મોટી સંખ્યામાં ભારતીયો તેનાથી પ્રભાવિત છે. 


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )-

  • Follow us on: