આંખોની રોશની નબળી હોવી એક સામાન્ય સમસ્યા છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક આનો શિકાર થઇ રહ્યા છે. આંખોની રોશનીને લાંબા સમય સુધી સારી રાખવા માટે કેટલીક આદતોમાં તરત જ બદલાવ લાવવો જરૂરી છે.


આવો જાણીએ એવી કઇ આદતો છે જેનાથી આંખોને નુકસાન પહોંચી શક છે.

સતત મોબાઇલ , લેપટોપ અથવા ટીવી સ્ક્રીન પર જોવાથી આંખો પર દબાણ પડે છે. જેનાથી તમારી દ્રષ્ટિ એટલે કે જોવાની ક્ષમતા નબળી પડે છે. પર્યાપ્ત ઉંઘ ન લેવી પણ આંખો માટે ઠીક નથી. તેનાથી આંખોમાં બળતરા અને અન્ય સમસ્યા થઇ શકે છે. આંખોને વારંવાર ચોરવી અથવા મસળવી તેની નાજુક કોશિકાઓને ક્ષતિગ્રસ્ત કરે છે અને સંક્રમણ થવાનો ખતરો રહેલો છે.

દારૂ અને ધુધ્રપાનનું સેવન મુશ્કેલી નોતરશે

આ સિવયા દરરોજની ખાન પાનની આદત. તમે ગમે તે ફૂડ કે જંક ફૂડ પર નિર્ભર રહો છો. તો વિટામિન ઇની કમીના કારણે પણ આંખોની રોશની પ્રભાવિત થઇ શકે છે. યુવી કિરણો આંખો માટે ખતરનાક છે. એટલે તડકામાં ચોક્કસથી સનગ્લાસિસ પહેરો. આ આદતથી આંખોને નુકસાન નહીં પહોંચે.ધુમ્રપાન અને દારૂના સેવનથી પણ આંખોની નસોને નુકસાન પહોંચે છે. એટલે કે આદત પણ સુધારવી જરૂરી છે. 


શું કરવું જોઈએ:

નિયમિત બ્રેક લો (20-20-20 રૂલ: દર 20 મિનિટે 20 ફૂટ દૂર જોઈ 20 સેકંડ આરામ)

પોષણથી ભરપૂર ખોરાક લો

પાણી વધુ પીવો

આંખોનો વ્યાયામ કરો

દર વર્ષે આંખોની તપાસ કરાવો

  • Follow us on: