રોજેરોજ એકનીએક શાકભાજી ખાઇને કંટાળી ગયા છો તો ઘરમાં જ મલાઇ અને લીલાં મરચાંનું શાક બનાવી શકો છો. એકદમ ક્રીમી અને સ્વાદમાં તીખું આ શાક એકવાક જો બનાવીને ખાશો તો રોજ બનાવીને ખાવાનું મન થશે. આપને જ્યારે પણ કઇક અલગ ખાવાનું મન થાય છે તો આ રેસિપી તમે ટ્રાય કરી શકો છો.


મલાઇ અને લીલાં મરચાનું શાક

પહેલું સ્ટેપ-આ શાકને બનાવવા માટે તમારે ઓછા તીખા લીલા મરચાં લેવાના છે. એટલે કે અથાણા વાળાં લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. હવે મરચાંને કોઇ મિક્ચર અથવા ખાઇણીમાં નાખીને કૂટી લો.

બીજો સ્ટેપ- હવે એક પેનમાં બે મોટાં ચમચાં દેશી ઘી નાખી ગરમ થવા પર અડધી ચમચી સરસવનું ઓઇલ, અડધી ચમચી વરિયાળી, જીરૂં, કંલોજી અને હીંગ નાખો.

ત્રીજો સ્ટેપ-હવે તેમાં 2 ચમચી આદું લસણની પેસ્ટ નાખો.લસણ થોડાં સાંતળી જાય એટલે તેમાં લીલા મરચાં નાખો. તેમાં મીઠું, હળદર , ધાણાજીરૂં. તમે ઇચ્છોતો તેમાં થોડો ગરમ મસાલો નાખી શકો છો. હવે તેને 8 મિનિટ સુધી થવા દો.

ચોથો સ્ટેપ- હવે જેટલા મરચાં લીધા છે એટલી જ મલાઇ લો. એટલે કે 100 ગ્રામ મરચાં છે તો 100 ગ્રામ મલાઇ નાખીને મિક્સ કરી શકો છો. હવે મલાઇને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ સુધી થવા દો.ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

આ શાકને રોટલી અથવા પરોઠા સાથે ખાઇ શકાય છે. ઘરમાં કોઇ શાક નથી તો આને બનાવીને ટ્રાય કરશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. બાળકોને આ રેસીપી ખૂબજ પસંદ આવશે.


  • Follow us on: