કેસરને દુનિયાનો સૌથી મોંઘા મસાલાનો ખિતાબ મળ્યો છે. માર્કેટમાં કેસર વધારે મોંઘુ મળે છે.કેસરના અનેક ફાયદાઓને કારણે લોકો કેસર વધુ ખાવાનું પસંદ પણ કરતા હોય છે. માર્કેટમાં મળતુ કેસર તમે હવે ઘરે પણ ઉગાડી શકો છે અને આવામાં ઘરે કેસર ઉગાડવું વધુ ફાયદાકારક છે. આવો જાણીએ ઘરે કેસર તમે કેવી રીતે ઉગાડી શકો છો.


-કેસરને કંદો એટલે કે મૂળ દ્વારા ઉગાડી શકાય છે. એટલાં માટે કેસરના મૂળ સારી ક્વોલિટીના પસંદ કરો.

-આઠથી દસ સેન્ટીમીટર ઉંડા માટીના ખાડામાં લગાવો. સાથે દરેક મૂળ લગાવતા 10 સેન્ટીમીટરની દૂરીનો પણ ખ્યાલ રાખો.

-આ મૂળ એવી જગ્યાએ લગાવો જ્યાં દરરોજ 5 થી 6 કલાક તડકો આવતો હોય. આ છોડને રોજે રોજ તડકો મળે તે આવશ્યક છે.

-જ્યારે પણ તમે મૂળ વાવો છો માત્ર માટી ભીની થાય એટલું જ પાણી નાંખો વધારે પડતુ પાણી આ છોડને બાળી શકે છે. જેથી કરીને માટી ભીની થાયે એટલું જ પાણી દરરોજ આપવું જોઇએ.

-કેસરના ફુલ ઓક્ટોમ્બર-નવેમ્બરની વચ્ચે વધારે ઉગે છે. ઉગ્યા બાદ તેને સવારના સમયે જ તોડો જેમાંથી વધુ કેસર મળી રહે.

-ફુલો નીકાળ્યા બાદ ફુલને તડકામાં સૂકવી લો અને બાદમાં એરટાઇટ કન્ટેનરમાં કોઇ ઠંડી જગ્યા પર સ્ટોર કરી લો.

કેસરના અનેક ઘણાં ફાયદાઓ

યાદશક્તિ અને માનસિક આરોગ્યમાં સુધારો

ડિપ્રેશન અને ચિંતા ઘટાડે

પાચનતંત્રમાં સુધારો

હૃદય માટે લાભદાયક

ત્વચા માટે ફાયદાકારક


  • Follow us on: