અનેક વખત ઘરમાં એવુ બન્યુ હશે કે જમવા બેઠાં હોઇએ ને ચાખ્યા પછી ખ્યાલ આવે કે મીઠું તો વધારે પડી ગયુ છે અને પછી ખાવાની મજા બગડી જાય. પરંતુ જો એવું ન થાય તો એના માટે કેટલીક ટ્રિક છે. જે અપનાવીને તમે શાક કે દાળમાં વધુ પડેલાં મીઠાંને ઓછું કરી શકો છો.
દાળ અને શાકમાં મીઠું ઘટાડવાની ઘરેલું ટિપ્સ
1. જ્યારે પણ તમારાં જમવામાં બનાવેલાં દાળ કે શાકમાં વધારે મીઠું પડી જાય છે તો તે ગ્રેવીમાં બાંધેલા લોટના નાના નાના લુવાં નાખી દો. તે લુવા મીઠુંને શોષી લેશે અને મીઠાનું પ્રમાણ ઘટી જશે.
2. રસોઇમાં જ્યારે પણ વધારે પડતુ મીઠું લાગે તો તેને ઓછું કરવા માટે તમે લીંબુનો રસ અથવા એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી મીઠું વધુ નહીં લાગે
3. ખારાશ ઓછી કરવા માટે ઘણી વખત દૂધની બનાવટો પણ કામ લાગે છે. મસળેલું પનીર, નારિયેળનું દૂધ. પરંતુ તેનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે તેનો સ્વાદ ન બગડે.
4. શાકભાજીમાં બટાકું એવી વસ્તુ છે જે દરેક સાથે મિક્સ કરી શકાય છે અને તેના કારણે સ્વાદ પણ સુધરે છે. તો તમે બટાકાનો ઉપયોગ મીઠું ઓછું કરવા કરી શકો છો. બટાકાને સમારીને તેને તે દાળ કે શાકભાજીમાં નાખી થોડી વાર તેને ચઢવા દો તે મીઠું શોષી લેશે.