શ્રાવણ મહિનાનો ઉપવાસમાં તમે ફરાળી વાનગીમાં નવી રેસીપી ટ્રાય કરો. તમે ફરાળમાં સાબુદાણાની ખીચડી, સાબુદાણાના ચીલાની વાનગી ખાધી હશે. આજે બટાકાના શોખીનો માટે એક નવી વાનગી લાવ્યા છીએ. જે લોકોને બટાકા વધુ પસંદ છે તેઓ રેસીપી જરૂર ટ્રાય કરે. સાબુદાણાની સાથે બટાકાનું મિશ્રણ સાથેની સાબુદાણા-બટાકા ટિક્કીની વાનગી તમે રાત્રિના ડિનરમાં લઈ શકો છો. નોંધી આ વાનગીની રીત.
સાબુદાણા-બટાકા ટિક્કી માટે સામગ્રી : આ વાનગીમાં તમે આદુ-લીલા મરચાં ઝીણા સમારેલા, કોથમીર, કાળા મરી પાઉડર, અને સ્વાદ મુજબ કાચુ મીઠું, સિંધવ અથવા સંચળ મીઠું લો.












