હોળી ફક્ત રંગોનો તહેવાર નથી, પરંતુ પ્રેમ, સ્નેહ અને નિકટતાનો તહેવાર પણ છે. બજારમાં તહેવારની રોનક દેખાવા લાગી છે. બજારો રંગોથી છલકાઈ રહ્યા છે, તો બાળકોની મનપસંદ પિચકારીમાં પણ આકર્ષક વેરાયટી દેખાય છે. નાના બાળકોથી લઈને દરેકને હોળી રમવાનું પસંદ છે. પરંતુ કેટલાક લોકો રાસાયણિક રંગોનો ડરના હોળી રમવાનું ટાળે છે. કારણ કે આ રંગો કયારેક ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે. જો તમે હોળી રમતી વખતે તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગતા હો, તો આ ટિપ્સ અજમાવો.
ત્વચાને અંદર અને બહારથી રક્ષણ આપો
આપણે બધા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હોળીના રંગોથી તમારી ત્વચાને બચાવવા માટે, આજથી જ સૂતા પહેલા જાડું મોઇશ્ચરાઇઝર અથવા નાઇટ ક્રીમ લગાવવાનું શરૂ કરો. કારણ કે તમારી ત્વચા જેટલી નરમ અને વધુ હાઇડ્રેટેડ હશે, હોળી પછી રંગો દૂર કરવાનું એટલું જ સરળ બનશે. ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આજથી, તમારા શરીરને હાઇડ્રેટ રાખવા અને રંગોમાં રહેલા રસાયણોને તમારી ત્વચામાં પ્રવેશતા અટકાવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાનું શરૂ કરો. મોઈશ્રરાઈઝર ત્વચાને બહારથી અને પાણી શરીરને અંદરથી રક્ષણ આપશે.













