જ્યારે આપણે બજારમાંથી નળ ખરીદીને બાથરૂમ કે રસોડામાં લગાવીએ છીએ, ત્યારે તેની ચમક જોવાની મજા પડે છે. પરંતુ થોડા જ દિવસોમાં પાણીના ક્ષાર, સાબુ અને ટૂથપેસ્ટના કારણે તેના પર સફેદ અને કાળા હઠીલા ડાઘ જમા થઈ જાય છે. આ ડાઘા નળને એટલા જૂના અને ગંદા બનાવી દે છે કે તેને સાફ કરવા માટે લોકો મોંઘા કેમિકલ ક્લીનર્સ પાછળ પૈસા ખર્ચે છે. પરંતુ હવે મોંઘા પ્રોડક્ટ્સ પાછળ પૈસા બગાડવાની જરૂર નથી! ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે એક પાવરફુલ હોમમેઇડ ક્લીનર બનાવી શકો છો, જે ગમે તેવા હઠીલા ડાઘને મિનિટોમાં ગાયબ કરી દેશે.

સ્ટીલના નળની ફટાફટ સફાઈ કરશે કલીનર

ઘરના ગંદા થયેલા સ્ટીલના નળ ફટાફટ સાફ થશે. આ કલીનર હઠીલા ડાઘ દૂર કરશે. આ મેજિકલ ક્લીનર બનાવવા માટે તમારે નીચેની ૩ વસ્તુઓની જરૂર પડશે. ૧ ચમચી ડીશવોશિંગ પાવડર, ૧ પેકેટ ઇનો સાથે હાર્પિક ક્લીનર લઈ જરૂરિયાત મુજબ પેસ્ટ બનાવો. એક નાની પ્લાસ્ટિકની વાટકીમાં એક ચમચી ડીશ વોશિંગ પાવડર લો. તેમાં થોડું હાર્પિક ક્લીનર ઉમેરો. છેલ્લે, તેમાં ઈનો (ENO)નું આખું પેકેટ ઉમેરીને ત્રણેય વસ્તુઓને બરાબર મિક્સ કરી એક જાડી પેસ્ટ તૈયાર કરી લો.

નળની સફાઈ કરો સ્ટેપ-બાય-સ્ટેપ

  • ૧: સફાઈ શરૂ કરતા પહેલા, નળને હૂંફાળા (નવશેકા) પાણીથી ભીનો કરી લો. આનાથી નળ પર જમા થયેલો કચરો અને ગંદકી નરમ પડી જશે. 
  • ૨: હવે તૈયાર કરેલી પેસ્ટને નળ પર બધી બાજુ સરખી રીતે લગાવી દો.
  • ૩: આ પેસ્ટને નળ પર ૩૦ મિનિટ માટે એમ જ છોડી દો જેથી કેમિકલ રિએક્શન ડાઘને મૂળમાંથી ઉખાડી નાખે.
  • ૪: ૩૦ મિનિટ પછી, એક જૂનું ટૂથબ્રશ અથવા સોફ્ટ સ્ક્રબર લો અને નળને હળવા હાથે ઘસો.
  • ૫: છેલ્લે, નળને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તરત જ સૂકા કપડાથી લૂછી લો.

જો ડાઘા બહુ જ જૂના હોય અને એકવારમાં સાફ ન થાય, તો તમે આ પ્રક્રિયા બીજી વાર પણ કરી શકો છો.

આ ક્લીનરના ઉપયોગમાં રાખો ધ્યાન

આ હોમમેઇડ ક્લીનર માત્ર નળ પૂરતું સીમિત નથી. તમે ઘરની અન્ય સ્ટેનલેસ સ્ટીલની વસ્તુઓ કે બાથરૂમ ફિટિંગ્સ સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ નાજુક અથવા મોંઘી વસ્તુ પર આ પેસ્ટ લગાવતા પહેલા, તેને એક નાના ભાગ પર લગાવીને (Patch Test) ચેક કરી લો જેથી કલર કે મેટલ ખરાબ ન થાય. હાથની સુરક્ષા માટે સફાઈ કરતી વખતે ગ્લોવ્ઝ (મોજા) પહેરવા વધુ હિતાવહ છે.


આ પણ વાંચો : Protein Powder at Home: બજારનો મોંઘો પાવડર છોડો, ઘરે જ બનાવો નેચરલ પ્રોટીન પાવડર