રોઝ વોટર સ્કીન પર નેચરલ ગ્લો લાવે છે. આ ઉપરાંત ઉનાળાની ગરમીમાં ત્વચાની બળતરાને શાંત કરવા, સનબર્ન અને કાળા ડાઘ દૂર કરવા ગુલાબ જળ વધુ અસરકારક છે. ફેસપેક, ફ્રૂટ મસાજ કે ફૂટ કેર સહિતની બ્યુટી ટ્રીટમેન્ટમાં ગુલાબજળનો ઉપયોગ સામાન્ય બન્યો છે. સ્કીન કેરમાં રોઝ વોટરનો ઉપયોગ વધતા બજારમાં તેનું મોંઘા ભાવે વેચાણ થવા લાગ્યું છે. ત્વચા માટે ફાયદાકારક ગુલાબજળ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ઓછી સામગ્રીમાં કેમિકલ વગર ઘરે બનતી વસ્તુ સ્કીન કેરમાં મહત્વની છે.

ઓછી કિમંતમાં ઘરે બનશે રોઝ વોટર

ઘરે શુદ્ધ ગુલાબ જળ (Rose Water) બનાવવું ખૂબ જ સરળ છે. બજારમાં મળતા ગુલાબ જળમાં ઘણીવાર કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ હોય છે, જ્યારે ઘરે બનાવેલું ગુલાબ જળ 100% કુદરતી અને ત્વચા માટે ફાયદાકારક હોય છે. ઘરે શુદ્ધ ગુલાબજળ બનાવવા માટે તાજા ગુલાબની પાંખડીઓની જરર પડશે. તેમજ 2-3 કપ સ્વચ્છ પાણી લેવાનું રહેશે. ફક્ત આટલી સામગ્રીમાં જ તમે સ્કીન કેરની બેસ્ટ પ્રોડકટ બનાવી શકશો. ઓછી કિમંતમાં વધુ અસરકારક છે રોઝ વોટર.

ગુલાબજળ બનાવવાની રીત

સૌ પ્રથમ ગુલાબની પાંખડીઓને અલગ કરી લો અને તેને ઠંડા પાણીથી હળવેથી ધોઈ લો જેથી ધૂળ નીકળી જાય. એક તપેલીમાં પાંખડીઓ મૂકો અને તેમાં એટલું જ પાણી ઉમેરો જેટલામાં પાંખડીઓ ડૂબી જાય (વધારે પાણી નાખવાથી ગુલાબ જળ પાતળું થઈ જશે). ધીમી આંચ પર પાણીને ગરમ કરવા મૂકો. તપેલી પર ઢાંકણ ઢાંકી દો. પાંખડીઓ પોતાનો રંગ ગુમાવી દે અને સફેદ જેવી થઈ જાય (લગભગ ૧૫-૨૦ મિનિટ) ત્યાં સુધી તેને સીઝવા દો. ગેસ બંધ કરી પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો. આ રીતથી મળતું ગુલાબ જળ લાંબો સમય ટકે છે અને તે એકદમ શુદ્ધ હોય છે.


આ પણ વાંચો : Kitchen Tips : ઘરનું ભોજન નહીં લાગે ફિક્કું, રસોઈમાં અજમાવો સ્માર્ટ ટીપ્સ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )