શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ તહેવારોની શરૂઆત થઇ જતી હોય છે. વર્ષના અનેક એવા મહિનાઓ છે જેમાં અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ કે હરિયાળી તીજથી શરૂઆત કરીને મોહરમ સુધી...ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારોની ભરમાર જોવા મળશે. આવો જોઇએ 1 ઓગસ્ટથી લઇને 30 ઓગસ્ટ સુધી કયા કયા ડે આવે છે.


1 ઓગસ્ટ વર્લ્ડ કેન્સર ડે

દુનિયાભરમાં 1 ઓગસ્ટે વર્લ્ડ લંગ્સ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લંગ્સના કેન્સર પ્રતિ જાગરૂકતા વધારવા માટે અલગ અલગ કાર્યક્રમો યોજાય છે.

1 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ

દર વર્ષે 1 ઓગસ્ટે નેશનલ માઉન્ટેન ક્લાઇમ્બિંગ ડે મનાવવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસ રાઇટર બોબી મેથ્યૂઝ અને તેમના દોસ્ત જોશ મેડિગનના સમ્માનમાં ઉજવવામાં આવે છે. આ બંને એ ન્યૂયોર્કની એડિરોન્ડેક હિલ્સની 46 ઉંચાઇ સર કરી છે.

3 ઓગસ્ટ ફ્રેન્ડ શિપ ડે

ફ્રેન્ડ શિપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે જ ઉજવવામાં આવે છે. આ વર્ષે 3 ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે ઉજવાશે.

9 ઓગસ્ટ રક્ષાબંધન

રક્ષાબંધન એ ભાઇ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે અને લાંબી ઉંમરની રક્ષાની પ્રાર્થના કરે છે. 9 ઓગસ્ટએ આ વર્ષે રક્ષાબંધન ઉજવાશે.

10 ઓગસ્ટ વર્લ્ડ લાયન્સ ડે

દર વર્ષે 10 ઓગસ્ટે વર્લ્ડ લાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય સિંહ માટે જાગૃતતા ફેલાવવી અને તેમના સંરક્ષણ માટે લોકોની જાગૃત કરવુ છે.

12 ઓગસ્ટ નેશનલ યુથ ડે

દુનિયાભરમાં 12 ઓગસ્ટ નેશનલ યૂથ ડે મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય યુવાનોને સોસાયટીમાં ડેવલોપમેન્ટ અને પ્રોટેક્શન પર ફોક્સ કરવાનું છે.

15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ

ભારતની આઝાદીની યાદમાં દર વર્ષે 15 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવામાં આવે છે. 1947માં આ જ દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. આ વર્ષે દેશ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.

16 ઓગસ્ટ – જન્માષ્ટમી

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે 16 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે.

19 ઓગસ્ટ – વર્લ્ડ ફોટોગ્રાફી ડે

દર વર્ષે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ફોટોગ્રાફીની કળા અને ફોટોગ્રાફર્સના યોગદાનને ઉજવવાનો દિવસ છે.

23 ઓગસ્ટ – ઇસરો ડે

23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચાંદના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન મોદીએ 23 ઓગસ્ટને ઈસરો ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

26 ઓગસ્ટ – હરતાલિકા તીજ

હરતાલિકા તીજ ભાદરવા માસની તૃતીયા તિથીએ આવે છે.આ દિવસે વિવાહિત સ્ત્રીઓ પતિની દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખે છે અને અવિવાહિત યુવતીઓ સારા જીવનસાથી માટે ઉપવાસ કરે છે.

26-27 ઓગસ્ટ – ગણેશ ચતુર્થી

ભગવાન ગણેશના જન્મદિવસે ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વ 10 દિવસ સુધી ચાલે છે અને ભક્તિ, પૂજા અને વિસર્જન સાથે પૂર્ણ થાય છે. અનંત ચતુર્થી 6 સપ્ટેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે.

29 ઓગસ્ટ – રાષ્ટ્રીય ખેલ દિવસ

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ખેલોના મહત્વ અને ખેલાડીઓના યોગદાનને માન આપવામાં આવે છે.


  • Follow us on: