ઉનાળાની રજાઓમાં ફરવા જવાનું આયોજન કરી રહેલા લોકો માટે ગોવા હંમેશા પ્રથમ પસંદગી રહ્યું છે. પરંતુ ફ્લાઇટ ટિકિટ અને હોટેલના મોંઘા ભાવ ઘણીવાર બજેટ બગાડી નાખે છે. પ્રવાસીઓની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, IRCTC એ એક શાનદાર અને ખિસ્સાને પોસાય તેવું ગોવા ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. 'તિરુનેલવેલી - ગોવા ચાર્ટર કોચ ટૂર' નામનું આ પેકેજ લક્ઝરી સુવિધાઓ સાથે બજેટ પ્રવાસની તક આપે છે.


પેકેજની વિગતો અને કિંમત

આ પ્રવાસ 6 રાત અને 7 દિવસનો છે, જે પ્રવાસીઓને ગોવાના સુંદર દરિયાકિનારા, ઐતિહાસિક ચર્ચ અને નાઇટલાઇફ માણવાનો પૂરતો સમય આપે છે. પેકેજની કિંમત મુસાફરોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી છે:

સિંગલ પેસેન્જર: ₹34,800 થી શરૂઆત.

બે વ્યક્તિ: વ્યક્તિ દીઠ ₹27,100.

ત્રણ વ્યક્તિ : વ્યક્તિ દીઠ ₹26,300.

બાળકો માટે: ₹21,800 ની વિશેષ ફી.

આ કિંમતમાં મુસાફરી, રહેઠાણ અને ભોજનનો સમાવેશ થતો હોવાથી, આ એક અત્યંત આર્થિક ડીલ માનવામાં આવે છે.

કઈ સુવિધાઓ મળશે?

IRCTC એ આ ટૂર પ્લાનમાં પ્રવાસીઓની સુવિધાનું પૂરતું ધ્યાન રાખ્યું છે:

ટ્રેન મુસાફરી: આવવા-જવા માટે 3-AC કોચની કન્ફર્મ ટિકિટ.

રહેઠાણ: ગોવામાં 3-સ્ટાર હોટેલમાં રોકાણની વ્યવસ્થા.

ભોજન: હોટેલમાં સવારનો નાસ્તો અને રાત્રિભોજનપેકેજમાં સામેલ છે. (બપોરનું ભોજન પ્રવાસીએ જાતે લેવાનું રહેશે).

લોકલ સાઇટસીઇંગ: ગોવામાં ફરવા માટે એસી કેબની સુવિધા આપવામાં આવશે.

વીમો: આ મુસાફરી દરમિયાન મુસાફરોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુરક્ષા પણ મળશે.

બુકિંગ કેવી રીતે કરવું?

આ સ્પેશિયલ ચાર્ટર કોચ ટૂર માટે મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે. રસ ધરાવતા પ્રવાસીઓએ 1 મે, 2026 પહેલા પોતાનું બુકિંગ કરાવી લેવું અનિવાર્ય છે. બુકિંગ માટે તમે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ irctctourism.com ની મુલાકાત લઈ શકો છો અથવા નજીકના IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર પર જઈ શકો છો.

આ પણ વાંચોઃ Premanand Maharaj Darshan: વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા છે? આ રહી દર્શનના સમય અને ટોકન મેળવવાની માહિતી

  • Follow us on: