હૃદય અને મગજની તંદુરસ્તી જાળવવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે, પરંતુ શરીરના સૌથી મહત્વપૂર્ણ ફિલ્ટર ગણાતી ‘કિડની’ (Kidney) ની સ્વાસ્થ્ય સંભાળને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આપણી કિડની લોહીને ફિલ્ટર કરવાનું અદભુત કામ કરે છે? કિડની શરીરમાંથી ઝેરી કચરો (ટોક્સિન્સ) બહાર કાઢે છે અને પ્રવાહીનું સંતુલન જાળવીને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. જો કિડની નબળી પડે તો નાની ઉંમરે જ શરીર ગંભીર બીમારીઓનું ઘર બની જાય છે. કિડનીને ફિટ રાખવા માટે રોજિંદા જીવનમાં આ 5 આદતો અપનાવવી ખૂબ જ જરૂરી છે:


1. દરરોજ વૉકિંગ કે કસરત કરવી:

વજન અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે શારીરિક રીતે એક્ટિવ રહેવું અનિવાર્ય છે. રોજ માત્ર 30 મિનિટની બ્રિસ્ક વૉક (ઝડપી ચાલવું) અથવા સ્વિમિંગ કરવાથી કિડની સહિત શરીરના તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે.

2. ખાંડ અને ગળી વસ્તુઓ પર કંટ્રોલ:

ડાયાબિટીસ એ કિડની ફેલ થવાનું એક મોટું કારણ છે. લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલ હાઈ રહેવાથી તે કિડની માટે ઝેર સમાન સાબિત થાય છે. તેથી મીઠાઈ અને પ્રોસેસ્ડ શુગરનું સેવન મર્યાદિત કરવું જોઈએ.

3. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવું:

હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડનીની કાર્યક્ષમતા પર વધારાનું દબાણ આવે છે અને તેની નસોને નુકસાન થાય છે. નિયમિત અંતરે બીપી ચેક કરાવતા રહો અને જો તે હાઈ રહેતું હોય તો ડોક્ટરની સલાહથી તેને કાબૂમાં રાખો.

4. આખા અનાજ અને હેલ્ધી ડાયટ:

કોઈપણ આકરી ક્રેશ ડાયટ કરવાને બદલે લીલા શાકભાજી, આખા અનાજ (Sabut Anaj) અને કઠોળને આહારમાં સામેલ કરો. દેશી અને પૌષ્ટિક ખોરાક ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને સ્થૂળતાથી બચી શકાય છે, જે કિડનીને સુરક્ષિત રાખે છે.

5. મીઠા (નમક) નો ઓછો ઉપયોગ:

વધુ પડતું મીઠું ખાવાની આદત કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. મીઠામાં રહેલું સોડિયમ શરીરમાં પાણીનું સંતુલન બગાડે છે અને કિડની પર બમણું કામ કરવાનું દબાણ લાવે છે. ખોરાકમાં મીઠાના બદલે લસણ, લીંબુનો રસ કે હર્બ્સનો ઉપયોગ વધારવો અને સોડિયમયુક્ત પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું હિતાવહ છે.

આ વાંચો:Weather Forecast : 9 જિલ્લામાં આગામી કલાકો ભારે, નર્મદા અને તાપીમાં ‘રેડ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આફત

  • Follow us on: