ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ પ્રચંડ વેગે સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના નવ જિલ્લાઓ માટે આગામી સમય માટે કટોકટીભરી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર, બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં પ્રચંડ ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા બે જિલ્લાઓમાં હાઈ એલર્ટ એટલે કે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.


દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં મેઘરાજા ભારે આફત સર્જી શકે

દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં મેઘરાજા ભારે આફત સર્જી શકે છે. ખાસ કરીને નર્મદા અને તાપી જિલ્લામાં આકાશી આફત ઉતરે તેવી આશંકા વચ્ચે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક તંત્રને સ્ટેન્ડબાય રહેવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. 

અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ સિવાય, છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના અન્ય છેવાડાના જિલ્લાઓની વાત કરીએ તો, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ મુશળધાર વરસાદની આશંકા સાથે 'ઓરેન્જ એલર્ટ' રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં નદી-નાળા છલકાય જવાની અને પહાડી રસ્તાઓ પર ભેખડો ધસી પડવાની સંભાવના નકારી શકાતી નથી. 

વડોદરામાં યલો એલર્ટ

બીજી તરફ, મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને તેજ પવન વચ્ચે વરસાદનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?



  • Follow us on: