દરેક માતા-પિતા માટે સવારનો સૌથી મોટો પડકાર એ હોય છે કે બાળકને સ્કૂલના ટિફિનમાં એવું શું આપવું જે સ્વાદિષ્ટ પણ હોય અને પૌષ્ટિક પણ! ઘણીવાર બાળકો ઘરેથી ટિફિન લઈને જાય છે પણ આખું પાછું લાવે છે, જે સ્વાસ્થ્ય અને સમય બંનેની દ્રષ્ટિએ ચિંતાજનક છે. જો તમારા બાળકનું ટિફિન પણ દરરોજ ભરેલું પાછું આવતું હોય, તો આ પાંચ સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ તમારી સમસ્યા દૂર કરી શકે છે.


1. મિની વેજીટેબલ ઈડલી: ઈડલી એ બાળકો માટે સૌથી હળવો અને સુપાચ્ય વિકલ્પ છે. તેમાં રહેલું પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ બાળકને આખો દિવસ ઉર્જાવાન રાખે છે. તેને વધુ પોષણક્ષમ બનાવવા માટે બેટરમાં છીણેલું ગાજર કે પાલકની પ્યુરી ઉમેરો. ઈડલીનું નાનું કદ બાળકોને જોવામાં પણ ગમે છે, જે તેમને ખાવા માટે પ્રોત્સાહિત કરે છે.

2. પનીર પરાઠા અને દહીં: પ્રોટીનથી ભરપૂર પનીર બાળકોના શારીરિક વિકાસ માટે ઉત્તમ છે. પનીરને છીણીને તેમાં હળવા મસાલા ઉમેરી પરાઠા બનાવો. આ પરાઠા નરમ રહે છે અને બાળકોને ખૂબ ભાવે છે. સાથે થોડું દહીં આપવાથી સ્વાદ વધવાની સાથે પાચનમાં પણ મદદ મળે છે.

3. પૌષ્ટિક પોહા: પોહા ઝડપથી બની જતી વાનગી છે. તેમાં મગફળી ઉમેરવાથી પ્રોટીન અને વટાણા ઉમેરવાથી ફાઈબર મળે છે. લીંબુના ટીપાં અને સિંગદાણાનો કકળાટ બાળકોને આ વાનગી ખૂબ જ ગમે છે. તમે તેમાં તમારી પસંદગીના અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો.

4. વેજીટેબલ હોલ વ્હીટ રેપ (લપેટો): જો બાળકને રોટલી-શાક ખાવાનો કંટાળો આવતો હોય, તો આખા ઘઉંના લોટમાંથી બનાવેલા રેપ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. રોટલી કે ભાખરીની અંદર બાફેલા શાકભાજી, પનીર કે ચીઝનું સ્ટફિંગ ભરીને રોલ બનાવી શકાય છે. આ ખાવામાં સરળ અને દેખાવમાં આકર્ષક લાગે છે.

5. મૂંગ દાલ ચીલા: મગની દાળના ચીલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ચીલામાં છીણેલી દૂધી કે ગાજર ઉમેરવાથી બાળકને શાકભાજીનો પૂરતો પોષક તત્વો મળી રહે છે. તેને લીલી ચટણી કે ટામેટાના કેચઅપ સાથે આપો.

આ પણ વાંચોઃ Health Alert: આંખોમાં દેખાતા આ બદલાવ બ્રેઈન ટ્યુમરનો સંકેત, યુવાનો અને બાળકોમાં વધી બીમારી


  • Follow us on: