રસોડામાં ભોજન બનાવવા વિવિધ પ્રકારના વાસણનો ઉપયોગ થાય છે. ભોજન બનાવવા સ્ટીલથી લઈને નોન સ્ટીક વાસણો ઉપયોગમાં લેવાય છે. તો અનાજ અને નાસ્તાઓ સ્ટોર કરવા કેટલાક લોકો પ્લાસ્ટીકના ડબ્બાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જયારે લોકોને વારંવાર ઘર સ્થળાંતર કરવાનું હોય તેવા લોકો સ્ટીલના બદલે પ્લાસ્ટીક વાપરે છે. વધુ પડતા વપરાશ બાદ પ્લાસ્ટીકના ડબ્બામાં ડાઘા પડી જાય છે. આ ડાઘ દૂર કરવાની જાણો સરળ ટીપ્સ.

પ્લાસ્ટીક કન્ટેનરનો ઉપયોગ કરતા હોવ જરૂર જાણો

ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીક કન્ટેનર નિયમિતપણે સાફ ન કરવામાં આવે, તો તેમાં બેક્ટેરિયા થાય છે. આ બેકટેરીયા વધવા લાગે છે અને ખોરાકમાં ભળી જાય છે. આવો ખોરાક ખાવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. એટલે સ્ટીલના વાસણ હોય કે પ્લાસ્ટીક નિયમિત સફાઈ જરૂરી છે. પ્લાસ્ટિકના કન્ટેનર પણ સ્ટીલના વાસણ જેવા ચમકશે. પ્લાસ્ટીકના ડબ્બા મિનિટોમાં સાફ થશે. તમે પ્લાસ્ટીક કન્ટેનરનો ફરી ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો આ સરળ રીત જરૂર અપનાવો. કોઈ ઝંઝટ વગર સાફ થશે પ્લાસ્ટીકના કન્ટેનર.

પ્લાસ્ટીક કન્ટેનર સાફ કરવાની સરળ ટીપ્સ

બેકિંગ સોડા : પ્લાસ્ટીક કન્ટેનર સાફ કરવા બેકિંગ સોડા સૌથી સરળ ટિપ્સ છે. પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી તેલ અને મસાલાના ડાઘ દૂર કરવા માટે, બે ચમચી બેકિંગ સોડાને થોડા પાણીમાં ભેળવી દો. આ દ્રાવણને કન્ટેનર પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. પછી, બ્રશ અથવા સ્ક્રબ બ્રશથી હળવા હાથે સ્ક્રબ કરો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. આનાથી ડાઘ દૂર થશે અને ગંધ દૂર થશે. આ ટીપ્સથી પ્લાસ્ટીકની ગુણવત્તાને પણ નુકસાન થશે નહીં. તમે તેનો ફરી લાંબા સમય સુધી ઉપયોગ કરી શકશો.

લીંબુ અને વિનેગર : લીંબુનો રસ કન્ટેનરમાંથી હળદર જેવા પીળા ડાઘ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. આ કરવા માટે, એક ડોલમાં હુંફાળા પાણી ભરો અને તેમાં 2 થી 3 લીંબુનો રસ ઉમેરો. પ્લાસ્ટિકના કન્ટેનરને આ પાણીમાં એક થી દોઢ કલાક પલાળી રાખો. પછી, તેમને સાબુથી ધોઈ લો. આનાથી પીળાશ નોંધપાત્ર રીતે દૂર થશે. આ ઉપરાંત વિનેગર એટલે કે સરકો પણ પ્લાસ્ટીકની સફાઈ માટે બેસ્ટ વિકલ્પ છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી સફેદ સરકો મિક્સ કરો અને કન્ટેનરને ઓછામાં ઓછા એક કલાક માટે તેમાં પલાળી રાખો. 


આ પણ વાંચો : Lifestyle: શું માત્ર એક દવાથી જ ખત્મ થઇ શકે છે Cancer, જાણો શું કહે છે નિષ્ણાંતો?


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )