ગૃહિણીઓનો સાથી એટલે રેફ્રિજરેટર. જેના વગર તેમના અનેક કાર્યો અધૂરા છે. આજકાલ દરેકના રસોડામાં રેફ્રિજરેટર તો હોય છે. રેફ્રિજરેટરનો ઉપયોગ આજે વધુ સામાન્ય બન્યો છે. સૌથી વધુ ગરમીની સિઝનમાં રેફ્રિજરેટર વપરાય છે. ફ્રિજનું ઠંડું પાણી તરસની સાથે મનને પણ શાંતિ આપે છે. અને ગૃહિણીઓ ફ્રિજમાં જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી કાર્યો સરળ બનાવે છે. રેફ્રિજરેટર જેવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને યોગ્ય સાચવણી ના થાય તો મોટી દુર્ઘટના પણ થવાની સંભાવના રહે છે. 


ઇલેકટ્રોનિકસ વસ્તુઓનો વધ્યો ઉપયોગ

તમારું રસોડું કોઈ મોટી દુર્ઘટનાનું શિકાર ના થાય માટે રેફ્રિજરેટરને લઈને આ બાબતનું જરૂર ધ્યાન રાખો. રસોડામાં આજે ફક્ત રેફ્રિજરેટર જ નહીં મિક્ષર ગ્રાઈન્ડ, ઓવન અને માઈક્રોવેવ સહિતની ઇલેકટ્રોનિક્સ વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે. એટલે એકસાથે આટલી બધી ઇલેકટ્રોનિક્સ વસ્તુઓની સાચવણીમાં બેદરકારી કયારેક આગ જેવા અકસ્માતને અંજામ આપે છે. રેફ્રિજરેટરની ઉપર રખાતી આ વસ્તુઓ મોટી દુર્ઘટનાની સંભાવના વધારે છે. એ બાબત જરૂર જાણો કે રેફ્રિજરેટરની પાસે અને તેની ઉપર કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ.

રેફ્રિજરેટરની ઉપર કે પાસે ના મૂકો આ વસ્તુઓ

રેફ્રિજરેટરને તમે વધુ આકર્ષક બનાવવા તેની ઉપર પ્લાન્ટ મૂકવાના વિચારતા હોય તો જરૂરથી આ વિચાર છોડી દો. કારણ કે મોટા ભારે શો પીસ અને પ્લાન્ટ મૂકવાથી રેફ્રિજરેટરને નુકસાન થઈ શકે છે. કયારેક રસોડામાં સ્પેસના અભાવે મહિલાઓ રેફ્રિજરેટર ઉપર માઇક્રોવેવ કે ઓવન મૂકતા હોય છે. આ ઇલેક્ટ્રોનિકસ વસ્તુઓના કારણે રેફ્રિજરેટરની ઠંડકને અસર થાય છે. આ વસ્તુઓને તમે ફ્રિજની પાસે પણ નથી રાખી શકતા. કારણ કે ફ્રિજની પાસે માઈક્રોવેવ કે ઓવન રાખવાથી વિદ્યુતપ્રવાહ પર અસર થાય છે. કેટલાક કિસ્સામાં શોર્ટ સર્કિટની સંભાવના છે. મોટાભાગના લોકો રેફ્રિજરેટરને ઢાંકવા માટે તેના પર પ્લાસ્ટિક અથવા કાપડનું કવર મૂકે છે. જો કે, આ રેફ્રિજરેટરમાંથી નીકળતી ગરમીને ફસાવે છે અને તેને બહાર નીકળતા અટકાવે છે, જેના કારણે રેફ્રિજરેટર વધુ ગરમ થાય છે અને નુકસાનનું જોખમ વધે છે.

  • Follow us on: