વરસાદી સિઝનમાં રસોડું હોય કે બાથરૂમ વંદાઓનું ઘરમાં રાજ હોય છે. અને ગૃહિણીઓ વંદાથી પરેશાન થઈ તેને દૂર કરવા અનેક ઉપાયો કરે છે. વંદા અને ઘરના રસોડામાં વારંવાર જોવા મળતા નાના કિટાણું પરિવારના સભ્યોની બીમારીનું કારણ બને છે. મોંઘા કેમિકલ સ્પ્રે અને પાવડરનો ઉપયોગ કર્યા બાદ વંદા ઘરમાંથી જવાનું નામ લેતા નથી. ત્યારે વંદાથી કાયમી છુટકારો મેળવવા એક જોરદાર ઘરેલુ ઉપાય જણાવીશું.
રસોડાના એક મસાલાથી ભાગશે વંદા
ઘણા લોકો જીવદયાના કારણે વંદા અને નાના કીટાણુને મારવાનું યોગ્ય સમજતા નથી. એટલે તેઓ બજારમાં વંદાને મારવા મળતી દવાનો ઉપયોગ કરતા નથી. આવા લોકો માટે વંદાને ઘરમાંથી દૂરકરવા આ ઘરેલુ ઉપાય વધુ ઉપયોગી બનશે. રસોડાના મસાલા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારે તજ, લવિંગ અને તમાલપત્ર જેવા મસાલાનો ગરમ મસાલામાં ઉપયોગ થાય છે. પંજાબી શાક અથવા વાનગીને વધુ ટેસ્ટી અને મસાલેદાર બનાવવા ગરમમસાલાનો ઉપયોગ થાય છે. તમાલપત્ર એવો ગરમ મસાલો છે જેની ગંધ માત્રથી વંદા દૂર ભાગે છે.













