શરીર સ્વસ્થ રાખવા આહાર જેટલું જ પાણી જરૂરી છે. એવી અનેક બીમારી છે દૂષિત પાણીના કારણે થાય છે. એટલે ફિટનેસને લઈને જે લોકો વધુ જાગૃત છે તેઓ પૌષ્ટિક આહારની સાથે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. બાળકો હોય કે પછી ઓફિસમાં કામ કરતા લોકો બીમારીથી બચવા ઘરનું પાણી પીવા બોટલનો ઉપયોગ કરે છે. આ બોટલમાંથી કયારેક વિચિત્ર દુર્ગંધ આવતી હોય છે. વારંવાર ધોયા બાદ પણ તે દુર્ગંધ દૂર થતી નથી. આજે તમને પાણીની બોટલમાંથી આવતી દુર્ગંધ દૂર કરવાની બેસ્ટ ટીપ્સ આપીશું.


પાણીની બોટલમાં ગંધ દૂર કરવાની ટીપ્સ

પાણીની બોટલમાંથી ગંધ દૂર કરવા માટે, તમારે 1 ચમચી સિંધવ મીઠું, મુઠ્ઠીભર કાચા ચોખા, 1 લીંબુ અને થોડું ગરમ ​​પાણીની જરૂર પડશે. આ બધી વસ્તુઓ તમને રસોડામાં સરળતાથી મળી જશે. તમે પહેલા બોટલમાં એક ચમચી સિંધવ મીઠું નાખો પછી એક ચમચી કાચા ચોખા ઉમેરો. ત્યારબાદ અડધું લીંબુ નિચોવીને તેનો રસ ઉમેરો. પછી બોટલની અંદર ગરમ પાણી નાખી સારી રીતે હલાવી લો. 5 થી 10 મિનિટ સુધી બોટલને હલાવો અને પછી 5 મિનિટ તેમાં આ પાણી રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી બોટલ ધોઈ નાખો. આમ, કરવાથી તમારી બોટલ સંપૂર્ણપણે સ્વચ્છ થશે.

પાણીની બોટલમાં ગંધનું હોઈ શકે આ કારણ

પાણીની બોટલમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ ભેજ છે. ઘણી વખત આપણે બોટલને સંપૂર્ણપણે સૂકવતા નથી અથવા તેને લાંબા સમય સુધી પાણીથી ભરેલી રાખતા નથી. આવી સ્થિતિમાં, ભેજ અને બંધ થવાને કારણે, તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સિવાય તમે ઉતાવળમાં પાણીની બોટલની નિયમિતપણે યોગ્ય રીતે સફાઈ ના કરો તો પણ દુર્ગંધ આવે છે. દરરોજ જેમ ભોજન ખાધા બાદ ડીશ ધોઈએ છીએ. નિયમિત ઉપયોગમાં લેવાતી પાણીની બોટલની આ રીતે સફાઈ કર્યા બાદ તેને શક્ય બનો તો સૂર્યના તડકામાં પણ મૂકો. કુદરતી પ્રકાશ મળવાથી બોટલમાં બેકટેરીયા હશે તો દૂર થશે.

  • Follow us on: