દેશભરમાં ગણેશોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ભગવાન ગણેશજીને મિઠાઈનો ભોગ અર્પણ કરવામાં આવે છે. હિંદુ પરંપરામાં કોઈપણ ધાર્મિક કાર્ય હોય પંચામૃત અવશ્ય બનાવવામાં આવે છે. પંચામૃતમાં દહીંનો ઉપયોગ કરાય છે. જો તમે બજારનું દહીં લાવો તો તેમાં ભેળસેળ હોઈ શકે છે. પૂજાની પવિત્રતા જાળવવા તમે ઘરે દહીં જમાવી શકો છો. તમને ઘરે દહીં કેવી રીતે બનાવવું તે ખ્યાલ ના હોય તો આ સરળ ટીપ્સ નોંધી લો.


ઘરે આ રીતે જમાવો દહીં

બહુ ઓછા લોકોને ખબર છે કે દહીં જમાવવા ચાંદીનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે દૂધને થોડું ગરમ ​​કરો અને પછી તેમાં ચાંદીની વસ્તુ નાખો. 7 થી 8 કલાક એરટાઈટ વાસણમાં મૂકી રાખવાથી દહીં બની જશે. આ ઉપરાંત દહીં સેટ કરવા માટે, દૂધમાં અડધું લીંબુ નિચોવીને વાસણને ઢાંકી દો. આ પદ્ધતિથી દહીં ઝડપથી સેટ થાય છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે. જો તમારી પાસે આમાંથી કોઈ સામગ્રી ના હોય તો સૂકા લાલ મરચાંથી દહીં બનાવી શકશો. હૂંફાળા દૂધમાં સૂકા લાલ મરચાં નાખી સામાન્ય ટેમ્પરેચર પર 8 કલાક રહેવા દો. જો કે આ પદ્ધતિથી લાલ મરચાનાં કારણે દહીંમાં થોડી તીખાશ જરૂર આવશે. આ સિવાય હુંફાળા દૂધમાં થોડા ઘઉંના દાણા ઉમેરો અને દહીંને જામવા દો. આનાથી દહીંની રચના નરમ બને છે અને સ્વાદ સારો બને છે.

દહીં સેવનના જાણો ફાયદા

પંચામૃત સિવાય પણ તમે દરરોજ દહીંનું સેવન કરવાથી શરીરમાં અદભૂત લાભ થશે. નબળા શરીરને વધુ મજબૂત કરવા દહીં એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. તેના દરરોજ સેવનથી ઈમ્યૂનિટી વધશે. તેમાં પ્રોબાયોટિક્સ હોય છે જે તમારા લોહીને યોગ્ય રીતે કામ કરવામાં તમારી મદદ કરે છે. ખાસ કરીને ઉનાળામાં દહીંના સેવનથી થાક, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યા દૂર થાય છે. દહીંમાં જીરું, મરી, સંચળ અને સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: