ચક્કર આવવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણ હોઇ શકે છે. સ્વસ્થ અને હટ્ટા ક્ટ્ટા દેખાતા વ્યક્તિને પણ ચક્કર આવી શકે છે તો નબળાઇ પણ ચક્કરનું કારણ બની શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ મહિલાઓને ચક્કર આવવાના પ્રોબ્લેમ્સ થાય છે. પરંતુ ચક્કર આવવાનું કારણ શરીરમાં વિટામિનની કમી પણ હોઇ શકે છે. આવો જાણીએ શરીરમાં કયા વિટામિન્સની કમીને કારણે ચક્કર આવે છે અને તેને કેવી રીતે પૂરું કરી શકીએ છીએ.
કયા વિટામિનની કમીના કારણે આવે છે ચક્કર
વિટામિન બી12ની ઉણપને કારણે ચક્કર આવી શકે છે.આ વિટામિનની ઉણપથી ન્યુરોસાયકિયાટ્રિક અને હિમેટોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. ચક્કર આવવું અને બરાબર ઉંઘ ન આવવી શરીરમાં વિટામીન બી 12ની ઉણપને કારણે હોઇ શકે છે. આ વિટામિનની ઉણપથી એનીમિયા થઇ શકે છે. જેનાથી લોકી ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકતુ નથી અને ચેતાને નુકસાન થવા લાગે છે. એવામાં ચક્કર આવવા સિવાય ત્વચાનું પીળું પડવુ, હાથ પગમાં ઝણઝણાટી અને નબળાઇ પણ આવી શકે છે.
કેવી રીતે પૂરી થશે વિટામિન બી 12ની ઉણપ
વિટામિન બી 12ની ઉણપ પૂરી કરવા માટે ચીઝ, દૂધ અને દહીં જેવી કેટલીક શાકાહારી ખાદ્ય વસ્તુઓમાં વિટામિન B12 મળી રહેશે
આયર્નના સારા સ્ત્રોતોમાં ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકા ફળો (જરદાળુ, કિસમિસ), કઠોળ અને વટાણામાંથી પણ મળી રહેશે
ફોર્ટિફાઇડ સોયા મિલ્ક, ફોર્ટિફાઇડ બ્રેકફાસ્ટ સિરિયલ્સ ફોર્ટિફાઇડ ન્યુટ્રિશનલ યીસ્ટ પણ સારાં સ્ત્રોત
પાલક, બ્રોકલી, એવાકાડો, મગની દાળ, અડદની દાળમાં પણ મળી રહેશે ભરપૂર બી 12
વિટામિન ડીની કમીથી પણ આવી શકે છે ચક્કર
વિટામિન ડી હાડકાં અને મસલ્સને મજબૂતી આપે છે અને શરીરની નબળાઇ દૂર કરે છે. નબળાઇને કારણે ચક્કર આવી શકે છે. એવામાં વિટામિન ડીની કમીને કારણે જો નબળાઇ આવે છે તો વ્યક્તિને ચક્કર આવી શકે છે. એટલા માટે વિટામિન ડીની કમીને પૂરી કરીને ચક્કર આવવાની સમસ્યા પણ દૂર કરી શકો છો.