વજન ઘટાડવાના પ્રયાસમાં હોય તેવા લોકોના મનમાં અવારનવાર પ્રશ્ન થતાં હોય છે કે શું તેઓ ખાવામાં તેલ કે ઘીનો ઉપયોગ કરી શકે છે? દેશી ઘી, જે ભારતીય રસોડાનો પરંપરાગત હિસ્સો છે અને લગભગ દરેક ઘરમાં વપરાય છે. બીજી તરફ કુકિંગ ઓઇલ પણ લોકોમાં ઘણું લોકપ્રિય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, ઘી એક સારો અને હેલ્ધી વિકલ્પ છે, પણ હવે ઘણા પ્રકારના હેલ્ધી કુકિંગ ઓઇલ્સ પણ માર્કેટમાં આવી ગયા છે, જે ઓછા કેલોરીવાળા હોય છે. ચાલો જાણીએ ઘી કે ઓઇલ બેમાંથી શું બેસ્ટ?


ઘી સૌથી વધુ ફાયદાકારક

એક્સપર્ટ પ્રમાણે ઘી અને તેલની તુલના કરવી યોગ્ય નથી. શુદ્ધ દેશી ઘી કોઈપણ કુકિંગ ઓઇલની તુલનામાં અનેક ગણું વધુ ફાયદાકારક છે. હા, ઑલિવ ઓઇલ અથવા એક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઓઇલ પણ વજન ઘટાડવા અને અનેક સ્વાસ્થ્ય લાભ માટે લેવાય છે પરંતુ દેશી ઘીનાં ફાયદા વધારે છે.

સૌથી હાનિકારક રિફાઈન્ડ તેલ

તેલમાં સૌથી વધુ હાનિકારક રિફાઈન્ડ તેલ છે. આ તેલને હેલ્ધી વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ આજે તે ખુબ જ નુકસાનદાયક સાબિત થયું છે. આ તેલ બહુ જ વધુ પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે તેમાંના પૌષ્ટિક તત્વો સંપૂર્ણપણે નાશ પામે છે. આ તેલને રોજ ખાવાથી વધારાનો ચરબી, ખરાબ કોલેસ્ટ્રોલ, હ્રદયરોગો અને અનેક પ્રકારના કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.

વજન ઘટાડવા માટે ઘી કેવી રીતે ખાવું?

તમારા ભોજનમાં તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો

ગરમ પાણીમાં 1 ચમચી ઘી મિક્સ કરીને પીવો

સવારે ખાલી પેટ 1 ચમચી દેશી ઘી ખાવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે

દાળ કે શાકમાં મિક્સ કરીને ઘી ખાવો

કોફીમાં પણ ઘી મિક્સ કરીને પી શકાય છે

કેટલું ઘી ખાવું જોઈએ?

રોજ 1 થી 2 ચમચી દેશી ઘી ખાવું યોગ્ય છે

ધ્યાન રહે કે ઘી વધારે માત્રામાં લેવું વજન ઘટાડવામાં મદદરૂપ નહીં બને.


  • Follow us on: