ઘણા ગંભીર ચેપ મચ્છરના કરડવાથી ફેલાય છે. મચ્છર કેટલાક ખતરનાક રોગોના વાહક છે. મચ્છરના કરડવાથી ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા માનવ શરીરમાં પહોંચે છે. ત્યારે શું મચ્છર HIV સંક્રમિત વ્યક્તિનું લોહી ચૂસે છે અને બીજા વ્યક્તિને કરડે છે અને તેને એઇડ્સ થઇ શકે છે?. HIV એક વાયરસ છે. જે માનવ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
દર વર્ષે લગભગ 7 લાખ લોકોના થાય છે મૃત્યુ
આ વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, જાતીય સંપર્ક અથવા ગર્ભાવસ્થા, પ્રસૂતિ અથવા સ્તનપાન દરમિયાન માતાથી બાળકમાં ફેલાય છે. પણ મચ્છર એચઆઇવી વાયરસનું વાહક નથી. તે બીજા વ્યક્તિમાં ફેલાવી શકતા નથી. તેનું કારણ મચ્છરોની જૈવિક પ્રક્રિયામાં છુપાયેલું છે. જ્યારે મચ્છર HIV પોઝિટિવ વ્યક્તિને કરડે છે. ત્યારે વાયરસ 1-2 દિવસ પછી મરી જાય છે. જે મચ્છરને લોહી પચાવવામાં લાગતો સમય છે. WHO અને રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે મચ્છર HIVના વાહક હોઈ શકતા નથી. ડેન્ગ્યુ અથવા મેલેરિયા જેવા રોગોમાં, મચ્છર વાયરસ અથવા પરોપજીવીને તેમના શરીરમાં ખીલવા દે છે અને પછી તેને બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર કરે છે. પરંતુ HIV ના કિસ્સામાં આવું થતું નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં જણાવાયું છે કે મચ્છરના કરડવાથી વિશ્વભરમાં દર વર્ષે લગભગ 7 લાખ લોકો મૃત્યુ પામે છે.
શું કહે છે નિષ્ણાંત ?
મચ્છરનું નામ સાંભળતા જ મનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો વિચાર આવે છે. આ જીવલેણ રોગો છે. આ રોગોના ડર ઉપરાંત, એક ડર પણ છે જે લોકોને ખૂબ પરેશાન કરે છે, એટલે કે, શું HIV વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે? જો મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડ્યા પછી બીજા વ્યક્તિને કરડે છે, તો શું વાયરસ ફેલાય છે? લોકોમાં આ ગેરસમજ છે કે HIV મચ્છરના કરડવાથી થઈ શકે છે. મચ્છર જીવલેણ અને ચેપી રોગો ફેલાવે છે. આ જ કારણ છે કે લોકો માને છે કે HIV વાયરસ મચ્છરના કરડવાથી પણ ફેલાઈ શકે છે. પરંતુ તબીબી વિજ્ઞાન આ ગેરસમજને ખોટી કહે છે. નિષ્ણાતો કહે છે કે HIV ચેપ ક્યારેય મચ્છરના કરડવાથી થતો નથી. આ અંગે, GTB હોસ્પિટલના મેડિસિન વિભાગના ડૉ. અજિત કુમારે જણાવ્યુ છે કે, HIV ત્યારે જ ફેલાય છે જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી અથવા શુક્રાણુ સીધા બીજા વ્યક્તિના શરીરમાં જાય છે. પછી આ વાયરસ શરીરના કોષો પર હુમલો કરે છે અને તેમની સંખ્યા ઘટાડે છે. જેના કારણે શરીર ચેપ અને અન્ય રોગો સામે લડવા સક્ષમ નથી.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.